પુત્રી પર બળાત્કાર કરનાર આરોપી પિતાએ તેની પત્નીની ગોળી મારી કરી હત્યા, જામીન પર આવ્યો હતો બહાર

|

Aug 22, 2021 | 4:15 PM

રાજસ્થાનના ઉદયપુરમાં એક શખ્સે પોતાની જ પત્નીની છાતીમાં 5 ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી.

પુત્રી પર બળાત્કાર કરનાર આરોપી પિતાએ તેની પત્નીની ગોળી મારી કરી હત્યા, જામીન પર આવ્યો હતો બહાર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

રાજસ્થાનના ઉદયપુરમાં એક શખ્સે પોતાની જ પત્નીની છાતીમાં 5 ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી. આ વ્યક્તિ પર તેની પુત્રીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને પત્નીએ પુત્રીની ફરિયાદ દાખલ કરવામાં મદદ કરી હતી. શનિવારે આ શખ્સ અચાનક પત્નીના ઘરે પહોંચ્યો હતો અને આત્મહત્યા કરવાના ઇરાદાથી પત્ની અને બાળકોની સામે પત્નીને ગોળી મારી હત્યા કરી હતી.

આ બાદ સલ્ફાસની ગોળી ખાધી હતી અને પોતાના કાંડાની નસો કાપી નાખી હતી. આ ફાયરિંગમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે આરોપીની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

એડિશનલ એસપી સિટી ગોપાલ સ્વરૂપ મેવાડા દ્વારા ઉદયપુરના હિરણ મગરી વિસ્તારમાં આ મામલો સામે આવ્યો છે. આરોપીની પુત્રીએ કંટ્રોલ રૂમને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. તેણે કહ્યું કે, તેના પિતાએ તેની માતાની હત્યા કરી છે. ઘટનાસ્થળેથી મહિલાનું શરીર અને આરોપીઓ પણ ઘાયલ હાલતમાં મળી આવ્યા છે. મહિલા MB હોસ્પિટલમાં નર્સ હતી જ્યારે આરોપી હિન્દુસ્તાન ઝીંકનો કર્મચારી હતો. દીકરી પર બળાત્કારનો આરોપ લાગ્યા બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જામીન બર આવ્યો હતો બહાર

પોલીસે કહ્યું કે, વર્ષ 2020માં આરોપીની 15 વર્ષની પુત્રીએ જ તેના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. POCSO અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો, જોકે આરોપીને હાઇકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને તેના 4-5 દિવસ પહેલા જ કોર્ટે જામીન ફગાવી દેવાનો આદેશ આપ્યો હતો. આરોપીએ સંબંધિત કોર્ટમાં શરણાગતિ સ્વીકારીવાની હતી પરંતુ તે પહેલા તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, માતા અને પુત્રી ઘરના ઉપરના માળે રહેતા હતા જ્યારે આરોપી અને તેની માતા સહિત પરિવારના અન્ય સભ્યો ઘરના નીચેના ભાગમાં રહેતા હતા. પોલીસ માને છે કે, આરોપી સરેન્ડર કરવાના નિર્ણયથી નારાજ હતો. મહિલા બપોરે 3 વાગ્યે હોસ્પિટલમાંથી ફરજ બજાવીને ઘરે પરત આવી હતી, જ્યારે તેણે સીડી ઉપર જતી વખતે ગોળી મારી હતી અને બાદમાં રૂમમાં જઈને ચાર ગોળીઓ ચલાવી હતી. તેમને 2 પુત્રીઓ અને 4 વર્ષનો પુત્ર પણ છે.

 

આ પણ વાંચો: Gandhinagar : CM વિજય રૂપાણી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી, બહેનોએ બાંધી મુખ્યપ્રધાનને રાખડી

Next Article