ભવ્ય બંગલામાંથી મળી બે નોકરાણીની લાશ, CCTVમાં દેખાયા 5 છોકરાઓ, જાણો સમગ્ર મામલો

|

Nov 16, 2021 | 7:23 PM

એક આલીશાન બંગલામાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. બંગલામાંથી મળેલી લાશ ઘરમાં કામ કરતી નોકરાણીની છે.

ભવ્ય બંગલામાંથી મળી બે નોકરાણીની લાશ, CCTVમાં દેખાયા 5 છોકરાઓ, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

દિલ્હીના પોશ વિસ્તાર જંગપુરા એક્સટેન્શનની એક આલીશાન કોઠીમાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. બંગલામાંથી મળેલી લાશ ઘરમાં કામ કરતી નોકરાણીની છે. પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના રહેવાસી સુજલા અને મીનાના મૃતદેહ બંગલાના બીજા માળે પડેલા મળી આવ્યા હતા. બંનેના શરીર પર ઈજાના કોઈ નિશાન નથી.

આવી સ્થિતિમાં હત્યારા કોઈ પરિચિત વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. આ કોઠીમાં 3 વૃદ્ધો રહે છે પરંતુ તેમની હત્યા વખતે કોઈએ અવાજ સાંભળ્યો ન હતો. હાલ પોલીસને સીસીટીવી ફૂટેજની તપાસમાં મહત્વના પુરાવા મળ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર સુજલા અને મીના બંગલામાં નોકરાણી તરીકે કામ કરતી હતી. બંનેના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બંનેના મોતનું કારણ શું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર

સુજલાના પતિએ જણાવ્યું કે, મારી પત્ની આ બંગલામાં નર્સ તરીકે કામ કરતી હતી. હું રોજ તેની સાથે વાત કરતો હતો પણ ગઈકાલે મેસેજ ન આવ્યો. બાદમાં પોલીસે ફોન કરીને જણાવ્યું કે તેની હત્યા કરવામાં આવી છે.

બંગલાના માલિકે શું કહ્યું

બંગલાના માલિકની પુત્રીએ કહ્યું કે, હું કંઈ કહી શકતી નથી, હું ગઈકાલે દિલ્હી આવી છું. દિલ્હી પોલીસે બંગલાની આજુબાજુના સીસીટીવી કેમેરાને સ્કેન કર્યા હતા, જેમાં એક સીસીટીવી ફૂટેજ બતાવે છે કે 5 છોકરાઓ કે જેમણે હૂડી પહેરી હતી, મોઢું છુપાવીને, પાર્કમાંથી સીધા બંગલામાં પ્રવેશ્યા હતા. બંગલામાંથી બહાર નીકળતી વખતે આ 5 છોકરાઓએ બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરાને તોડી નાખ્યા હતા અને ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા. પોલીસ હવે આ 5 છોકરાઓને શોધી રહી છે.

 

આ પણ વાંચો: NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

આ પણ વાંચો: ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા છે પહેલી પસંદ: ઓપન ડોર્સ રીપોર્ટ

Next Article