VADODARA : ગાંધીનગર SOG અને LCB પોલીસની ટીમ મહેંદી પેથાણીની હત્યાના સ્થળે પહોંચી

|

Oct 10, 2021 | 5:23 PM

મહેંદીની હત્યા અને શિવાંશને તરછોડવો આ બંને ઘટનામાં સચિન અને મેહંદીના લગ્નેત્તર સંબંધો કારણભૂત બન્યા છે.

VADODARA : ગાંધીનગરના પેથાપુરમાં માસુમ શિવાંશને તરછોડવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. શિવાંશના પિતા સચિન દીક્ષિતે તેની પ્રેમિકા તેમેજ શિવાંશની માતા મહેંદી પેથાણીની હત્યા કરી નાખી છે. ગાંધીનગર પોલીસે સચિનની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરી લીધી છે.

વડોદરામાં જે જગ્યાએ સચિન અને તેની પ્રેમિકા જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં જ સચિને મહેંદીની હત્યા કરી નાખી હતી. ગાંધીનગર SOG અને LCB પોલીસની ટીમ મહેંદી પેથાણીની હત્યાના સ્થળે પહોંચી છે. પુરાવાઓનો નાશ ન થાય અને પંચનામા સહીતની પ્રક્રિયા માટે પોલીસ ત્યાં પહોચી છે.

મહેંદીની હત્યા અને શિવાંશને તરછોડવો આ બંને ઘટનામાં સચિન અને મેહંદીના લગ્નેત્તર સંબંધો કારણભૂત બન્યા છે. વિવાહિત સચિન અને મહેંદીના પ્રેમ સંબંધે માસુમ શિવાંશનું આ દુનિયામાં આગમન થયું પણ આ જ પ્રેમ સંબંધ મહેંદીની હત્યાનો પણ કારણ બન્યો.

સચિન અને મહેંદી વચ્ચે ઝઘડો થયા બાદ સચિને મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાખી પછી મહેંદીના મૃતદેહને સૂટકેસમાં પેક કરી ઘરમાં જ મૂકી દીધો હતો. સચિને વડોદરામાં દર્શના ઓવરસીસ ખાતે મહેંદીની હત્યા કરી હતી. સચિને ગળું દબાવીને મહેદની હત્યા કર્યા બાદ મૃતદેહને બેગમાં પેક કરી હતી અને રસોડામાં રાખી દીધો હતો.

આ પણ વાંચો : કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

આ પણ વાંચો : Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

Next Video