TAPI : બહુચર્ચિત બિલ્ડર હત્યા કેસમાં મુખ્ય સૂત્રાધાર ઝડપાયો, હત્યાનું કારણ હજુ અકબંધ

|

May 31, 2021 | 7:43 PM

TAPI : જિલ્લામાં થયેલ બહુચર્ચિત બિલ્ડર હત્યા કેસમાં સંડોવાયેલ મુખ્ય સૂત્રધારને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશા પાસેથી ઝડપી પાડ્યો છે, હત્યારાઓને સોપારી આપનાર ખટીક નામના ઈસમે બિલ્ડરની હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

TAPI : બહુચર્ચિત બિલ્ડર હત્યા કેસમાં મુખ્ય સૂત્રાધાર ઝડપાયો, હત્યાનું કારણ હજુ અકબંધ
બહુચર્ચિત બિલ્ડર હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયો

Follow us on

TAPI : જિલ્લામાં થયેલ બહુ ચર્ચિત બિલ્ડર હત્યા કેસ માં સંડોવાયેલ મુખ્ય સૂત્રાધારને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશા પાસેથી ઝડપી પાડ્યો છે, હત્યારાઓને સોપારી આપનાર ખટીક નામના ઈસમે બિલ્ડરની હત્યા કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે આ બિલ્ડરની હત્યા શા માટે કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ હજુ પોલીસ જાણી શકી નથી.

તારીખ-14 મેં 2021,

સમય રાત્રીના 8-30 કલાક,

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

સ્થળ-જુના હાઇવેના હરિહરેશ્વર મહાદેવજીના મંદિર સામે,

રાત્રીના 8-30 કલાકના અરસામાં વ્યારામાં બિલ્ડરની કારમાં આવેલ ચાર શખ્સો દ્વારા તલવારના ઉપરાછાપરી ઘા મારીને કરપીણ હત્યા કરાઈ હતી. પોલીસે ગુનાની ગંભીરતા દાખવીને ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તબક્કાવાર દબોચી લીધા હતા. જેમાં સોપારી આપનાર મુખ્ય સૂત્રદાર નવીન ખટીક ફરાર હતો. આ ગુનામાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ દિશાઓમાં તપાસનો દૌર શરુ કર્યો અને 17 દિવસોના અંતે મુખ્ય આરોપી નવીન ખટીક પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

જૂની અદાવત માટે અપાઇ હત્યાની સોપારી, પોલીસનું પ્રાથમિક તારણ

પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે નવીન ખટીક અને મૃતક બિલ્ડર નિશિશ શાહ વચ્ચે કોઈ જૂની અદાવત હતી. અને તેનો દ્વેષ રાખીને નવીને નિશિશનું કાસળ કાઢવાનું નક્કી કરીને સુરતના પ્રતીક ચુડાસમા, નવીન ચુડામણ ,દેવા જાધવ, મનુ સ્વાઈ એમ ચાર હત્યારાઓને 80 હજારમાં હત્યાની સોપારી આપી હતી.

અત્યારસુધી કુલ 7 આરોપીની ધરપકડ

આ કામમાં તેને સાથ આપનાર વ્યારાના પરિમલ સોલંકી અને ટીકો રબારીની પણ ધરપકડ કરાઈ હતી. જયારે નવીન ખટીક ફરાર હતો. જે ઉત્તરપ્રદેશ હોવાની માહિતી મળતા એક ટીમ ઉત્તરપ્રદેશ મોકલાઈ હતી. જ્યાં ચોક્કસ બાતમી મળી હતી કે નવીન ખટીક તેની પત્નીને મળવા મુંબઈ મહારાષ્ટ્રના પ્રકાશા થઇ જવાનો છે. જેને આધારે વોચ ગોઠવી તેને ઝડપી પડ્યો છે.

હત્યાનું સાચુ કારણ હજુ અકબંધ

હાલ બિલ્ડર હત્યા પ્રકરણમાં પોલીસના કહેવાનુસાર મુખ્ય સૂત્રાધાર સહિત પોલીસના સંકજામાં સાત આરોપીઓ પકડાઈ ચુક્યા છે. જયારે હજુ હત્યાનું સાચું કારણ જાણવામાં પોલીસ મથામણ કરી રહી છે. હત્યાનું સાચું કારણ શું હોય શકે તે અંગે પંથકમાં અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. ત્યારે પોલીસની નિષ્પક્ષ અને ઘનિષ્ઠ તપાસમાં બિલ્ડર હત્યા કેસનો પરદો ઊંચકાશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

Published On - 7:24 pm, Mon, 31 May 21

Next Article