Sweety Patel Murder Case: હત્યા બાદ હત્યારા પતિએ હિન્દુ રીતરિવાજ પ્રમાણે કરી હતી પત્નિની અંતિમવિધી, ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યા પુરાવા

|

Aug 12, 2021 | 9:08 AM

સ્વીટીની લાશ સળગાવી ત્યાંની માટી ચાળી તો બળેલું મંગળસૂત્ર અને બીજી આટલી વસ્તી મળી આવી..

Sweety Patel Murder Case: હત્યા બાદ હત્યારા પતિએ હિન્દુ રીતરિવાજ પ્રમાણે કરી હતી પત્નિની અંતિમવિધી, ક્રાઇમ બ્રાન્ચને હાથ લાગ્યા પુરાવા
Coincidental evidence found in Sweety Patel murder case

Follow us on

Sweety Patel Murder Case: વડોદરા (Vadodara) ની સ્વીટી પટેલ ચકચારી હત્યા કેસ (Sweety Patel Murder Case) માં ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) ને મહત્વના પુરાવા મળી આવ્યાં છે. સ્વીટીની લાશ સળગાવી ત્યાંની માટી ચાળી તો બળેલું મંગળસૂત્ર અને હાથની વીંટી સાથે જ સ્વીટી ના પાંચ દાંત મળી આવ્યાં. હત્યારો અજય દેસાઈનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS પણ પોઝિટીવ આવ્યો છે.

વડોદરાના તત્કાલીન પીઆઇ અજય દેસાઈ (PI Ajay Desai)એ એની પત્ની સ્વીટી હત્યા કરી લાશને હિન્દુ રીતરિવાજ પ્રમાણે અંતિમવિધી કરી હતી. ત્યાંજ ક્રાઈમ બ્રાંચે એ જ જગ્યા ઉપર ત્રીજી વખત તપાસ કરી ખોદકામ કર્યું. જેમાં ક્રાઈમ બ્રાન્ચે લગભગ 12 કલાક સુધી ખોદકામ કરી અને માટી ચાળી જેમાં સ્વીટીના હાથની આંગળીઓના હાડકા, મણકા ભાગ સહીત 43 અસ્થીઓ અને પાંચ દાંત મળી આવ્યા હતા.

ત્યાર બાદ સ્વીટીનું બળેલું મંગળસૂત્ર અને હાથ ની વીંટી મળી આવી છે. બીજી તરફ સ્વીટીની લાશના નિકાલ બાદ એફએસએલ દ્વારા કરવામાં આવેલો પોલિગ્રાફ ટેસ્ટ અને SDS પણ પોઝિટિવ આવ્યો છે. હાલ આ અનેક કડીઓ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સ્વીટી લાશ અને તેની હત્યાના સંયોગિક પુરાવા પ્રાપ્ત થયાં છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

હત્યારા અજય દેસાઈએ સ્વીટીની હત્યા કરી ગુનો છુપાવવા અનેક પ્રયાસ કર્યા પણ ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય પણ પોતાની એક ભુલને કારણકે તે પકડાઈ જાય છે. આ કેસમાં પણ આવુ જ કઈક થયુ જેમાં ક્રાઇમ બ્રાંચને અજય દેસાઈ સામે સજ્જડ પુરાવા મળ્યા છે.

સ્વીટી હત્યા કર્યા બાદ અજય દેસાઇએ લાશ હિન્દુ રીતરિવાજ મુજબ અગ્નિદાહ કર્યો હતો તે માટે ઘી અને દૂધ,દહીંની વ્યવસ્થા કરનારનું ક્રાઇમ બ્રાંચે કોર્ટ સમક્ષ 164 મુજબ નિવેદન લીધુ. આ સાથે ચાર સાક્ષીઓના પણ 164 મુજબના નિવેદન લીધાં છે. આ સમગ્ર પ્રકરણ કેસમાં ક્રાઇમ બ્રાંચને મજબૂત પુરાવા મળી આવ્યાં છે.

આ પણ વાંચો: KUTCH : સતના પારખા : રાપરમાં ઉકળતા તેલમાં 6 લોકોના હાથ બોળાવ્યાં, જુઓ શું થયું પછી

આ પણ વાંચો: ZOMATO નું જૂન ક્વાર્ટરમાં નુકસાન વધ્યું છતાં શેર 9 ટકા ઉછળ્યો, જાણો શું છે નિષ્ણાતોનું અનુમાન

 

 

Next Article