સુરેન્દ્રનગરઃ સરકારી અનાજની કાળાબજારી કરનાર બેની અટકાયત, LCBએ પાસા હેઠળ કરી કાર્યવાહી

|

Nov 17, 2021 | 3:34 PM

થોડા દિવસ પહેલા સાયલામાંથી પોલીસે ગેરકાયદે સરકારી ઘઉં, ચોખા અને દાળ સહિત અંદાજે 7.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગેરકાયદે અનાજ અને કેરોસીનનો જથ્થો મળવા મામલે પાસા હેઠળ બે આરોપીઓની અટકાયત કરી લીધી છે.

કાળાબજારી(Black market) કરનારાઓને જાણે કાયદા અને પોલીસનો ડર જ નથી રહ્યો. રાજ્યમાં સસ્તા અનાજ(Public Distribution System)ની સંગ્રહખોરી(Collection) અને કાળાબજારીની ઘટનાઓ સતત સામે આવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવી જ એક સંગ્રહખોરી અને કાળાબજારી(Black market)ની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં રેશન કાર્ડ પર મળતા સરકારી અનાજ(Government cereals) અને કેરોસીનના જથ્થાની સંગ્રહખોરી અને કાળાબજારી થઇ રહી હતી. સુરેન્દ્રનગર LCBએ તેના બે આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા છે.

સરકાર ગરીબોને સસ્તુ અનાજ અને અન્ય વસ્તુઓ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જો કે કેટલાક વચેટિયાઓ ગરીબો સુધી આ વસ્તુ પહોંચવા દેતા જ નથી. સસ્તા અનાજ સહિતની વસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજારી કરી વચેટિયાઓ ગરીબોના હક પર તરાપ મારતા હોય છે. જો કે પોલીસ પણ પોતાના સૂત્રો દ્વારા માહિતી મેળવીને આવા વચેટિયાઓને ઝડપી લેતી હોય છે.

બે આરોપીઓની અટકાયત
સુરેન્દ્રનગરમાં રેશન કાર્ડ પર મળતા સરકારી અનાજ અને કેરોસીનના જથ્થાની સંગ્રહખોરી અને કાળાબજારી ચાલતી હતી. જેની જાણકારી સુરેન્દ્રનગર LCB પોલીસને થોડા દિવસ પહેલા મળી હતી. જે બાદ સાયલામાંથી પોલીસે ગેરકાયદે સરકારી ઘઉં, ચોખા અને દાળ સહિત અંદાજે 7.34 લાખનો મુદ્દામાલ થોડા દિવસ પહેલા કબજે કર્યો હતો. ગેરકાયદે અનાજ અને કેરોસીનનો જથ્થો મળવા મામલે હવે પાસા હેઠળ બે આરોપીઓની અટકાયત કરી લીધી છે.

પાસા હેઠળ કાર્યવાહી
સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર એ.કે. ઔરંગાબાદકર, જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા સહિતનાઓએ સસ્તા અનાજ અને કેરોસીનમાં ગેરરીતિ ચાલતી હોવા અંગે પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. જેને ધ્યાને લઇને પોલીસે ગેરરીતિ કરનારા બંને આરોપીઓની અટકાયત કરી છે અને પાસા હેઠળ અટકાયત કરી બંને આરોપીઓને સુરતના લાજપોર જેલ હવાલે કર્યા છે.

આ પણ વાંચોઃ બિરસા મુંડા જન્મ જયંતિની આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી, શું આદિવાસી શાળાના બાળકો પર તેની વાસ્તવિક અસર પડશે ?

આ પણ વાંચોઃ TMKOC: ઘનશ્યામ નાયક બાદ હવે કોણ ભજવશે નટુ કાકાનું પાત્ર ? અસિત મોદીએ આપ્યો જવાબ

Published On - 2:03 pm, Wed, 17 November 21

Next Video