Surat : માંડવી તાલુકામાંથી સાગી લાકડાનાં તસ્કરો ઝડપાયા, વન વિભાગે ગોઠવેલી વોચમાં ટોળકી ફસાઈ

|

Nov 03, 2021 | 7:10 PM

આજરોજ  અલગ અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા. એ સમય દરમ્યાન સવારના 11.30 કલાકે ફેદરીયા થી માંડવી રોડ પર બોલેરો પીકઅપ વાહનમાં સીંગલવાણ ગામમાંથી અલગ અલગ ઘરેથી સાગી ચોરસા ભેગા કરી ઘાસના પૂડિયાઓ નીચે સંતાડી લઈ જવાની બાતમી મળી હતી.

Surat : માંડવી તાલુકામાંથી સાગી લાકડાનાં તસ્કરો ઝડપાયા, વન વિભાગે ગોઠવેલી વોચમાં ટોળકી ફસાઈ
Surat: Timber thieves caught in Mandvi taluka

Follow us on

 

આદિવાસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કિંમતી સાગી લાકડું(woods ) મળી રહે છે. અને આ સાગની કિંમત પણ વધુ હોય છે, જેથી અહીં સૌથી વધારે લાકડાની ચોરીના બનાવો પણ બનતા રહે છે.  નાયબ વન સંરક્ષક પુનિત નૈય્યરની સુચના મુજબ આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને છેલ્લા 15 દિવસથી નાઈટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ અને વન વિભાગનો સ્ટાફ નક્કી કરેલ પોઈન્ટ ઉપર રાત્રી દરમ્યાન ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યો હતો. જેના કારણે લાકડા ચોરોને પકડવામાં સફળતા મળી છે.

રાત્રી દરમ્યાન લાકડાંચોર પર વોચ ગોઠવાતી હોવાનું ખબર હોય તેઓ દિવસ દરમ્યાન આ ચોરીમાં સક્રિય થાય તેવી વનવિભાગ અને પોલીસને આશંકા હતી. પરંતુ વનવિભાગની જાગૃતતાએ તેમના આ મનસુબા પર પાણી ફેરવી નાંખ્યું હતું. અને લાકડાચોરો મુદ્દામાલ સાથે આબાદ ઝડપાઇ ગયા હતા. નાયબ વન સંરક્ષક પુનિત નૈય્યરને મળેલ ગુપ્ત બાતમીના આધારે માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર ઉપેન્દ્રસિંહ ડી. રાઉલજી તથા રાઉન્ડ ફોરેસ્ટર પીપલવાડા પ્રકાશ દેસાઈ  અને તેમની ટિમ દ્વારા આજરોજ  અલગ અલગ જગ્યાએ પેટ્રોલીંગમાં હતા. એ સમય દરમ્યાન સવારના 11.30 કલાકે ફેદરીયા થી માંડવી રોડ પર બોલેરો પીકઅપ વાહનમાં સીંગલવાણ ગામમાંથી અલગ અલગ ઘરેથી સાગી ચોરસા ભેગા કરી ઘાસના પૂડિયાઓ નીચે સંતાડી લાકડા ચોરી કરી જવાની બાતમી મળેલ હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે બાબતે વાહન નં.GJ 19-1X-8353 નો પીછો કરતા રૂપણ ગામે બસ સ્ટેન્ડ પાસે ગાડી પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપી ડ્રાઈવર મનહરભાઈ રમણભાઈ ચૌધરી  તેમજ તેના સાથીદાર સલિમભાઈ માનસીંગ વસાવા ને ખેતરમાં ભાગી જતા ચાર થી પાંચ ખેતર સુઘી દોડી પીછો કરી ઝડપી પાડવામાં આવ્યા  હતા. આ વાહનની તપાસ કરતા ઘાસ નીચે સંતાડેલા સાગી ચોરસા મળી આવ્યા હતા. જેથી ભારતીય વન અધિનિયમ-1927 ની કલમ 41 2 (બી) હેઠળ વાહતુકનો ગુનો નોંધી વાહન જપ્ત કરી ખેડપુર ડેપો ખાતે જમા કરવામાં આવ્યું છે.

આબાબતે વધુ તપાસ કરતા આ મુદ્દામાલ સામરકુવા ગામેથી (સોનગઢ તાલુકો) આરોપી ડ્રાઈવર મનહર ચૌધરીના ઘરેથી વાહનમાં ભરી અને મોસાલી ગામે  આપવાના હતા તેવું જણાવ્યું હતું. ગુનામાં પકડાયેલ વાહન બોલેરો પીકઅપ નં. GJ-19-IX-8353 માં સાગી ચોરસા નંગ-50 ઘન મીટર. 1.810  ભરી વાહન જપ્ત કરવામાંઆવ્યું છે. જેની રકમ રૂ, 65,518 અને અંદાજીત વાહન રકમ 4 લાખ જેટલી થાય છે. જેના મુદ્દામાલ અને વાહનની અંદાજીત બજાર કિંમત રૂા. 4,65,518 થવા જાય છે. આમ પોલીસે કિંમતી સાગના લાકડાની ચોરોને પકડી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કિંમતી માનવામાં આવતા આ લાકડાની ચોરી તેઓ કેવી રીતે કેટલા સમયથી કરતા હતા અને તેમના આ ગુનામાં બીજા કોણ કોણ સામેલ છે, તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Published On - 7:06 pm, Wed, 3 November 21

Next Article