AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મૃત પરિણીતાના પતિનો સંપર્ક ન થતાં હત્યાની આશંકા, ગોડાદરામાં શંકાસ્પદ હાલતમાં મળી આવી લાશ

આજે સવારે કાજલબેન દ્વારા ઘરનો દરવાજો ન ખોલવામાં આવતાં પડોશીઓને શંકા જવા પામી હતી. જેને પગલે તાત્કાલિક પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી.

Surat : મૃત પરિણીતાના પતિનો સંપર્ક ન થતાં હત્યાની આશંકા, ગોડાદરામાં શંકાસ્પદ હાલતમાં મળી આવી લાશ
Surat: Suspicion of murder without contact of dead wife's husband (સાંકેતિક તસ્વીર)
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 26, 2022 | 5:32 PM
Share

Surat : શહેરના ગોડાદરા વિસ્તારમાં આજે ઘરમાંથી વિવાહિતાનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પોલીસને જાણ થતાં જ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. હાલના તબક્કે વિવાહિતાની હત્યા (Murder) કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ વિવાહિતાના પતિનો (Husband) કોઈ સંપર્ક ન થતાં પોલીસ (Police) દ્વારા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ગોડાદરા ખાતે આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસે પ્રિયંકા પાર્ક સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી એક દંપત્તિ ભાડે રહેતું હતું. પતિ આનંદસિંગ નોકરી કરતો અને તેની પત્ની કાજલબેન ગૃહિણી હોવાનું પડોશીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજે સવારે કાજલબેન દ્વારા ઘરનો દરવાજો ન ખોલવામાં આવતાં પડોશીઓને શંકા જવા પામી હતી. જેને પગલે તાત્કાલિક પોલીસને આ સંદર્ભે જાણ કરવામાં આવી હતી.ગોડાદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરતાં 25 વર્ષીય કાજલબેનનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી.

પોલીસ દ્વારા આ સંદર્ભે વધુ તપાસ માટે કાજલબેનના પતિ આનંદસિંગનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, આનંદ સિંગ સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન થતાં પોલીસ દ્વારા મૃતક કાજલબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હાલના તબક્કે કાજલબેનની હત્યા કરીને પતિ આનંદસિંગ ફરાર થઈ ગયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : છોટી કાશીમાં મહાશિવરાત્રીને અનુલક્ષીને વધુ બે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, સોમવારે 41 શિવ મંદિરોમાં ‘ઘંટનાદ’ના અનેરાં આકર્ષણો ઉમેરાશે

આ પણ વાંચો : Maha Shivratri 2022: શિવલિંગની પ્રદક્ષિણા કરતી વખતે કરો આ નિયમોનું પાલન, નહીં તો સહન કરવું પડી શકે છે તમારે મોટું નુકસાન

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">