SURAT : ડીંડોલી અને પાંડેસરાના ઘરફોડ ચોરી અને અપહરણના કેસમાં SOGએ 4 આરોપીઓને ઝડપી પાડ્યા

|

Aug 25, 2021 | 6:06 PM

સુરત પોલીસે ઝડપી પાડેલ તમામ આરોપીઓ ગુનાહિત ટેવ સાથે સંકળાયેલા છે. જોકે હાલ પોલીસ એક નહિ બે નહિ પંરતુ સંખ્યાબંધ વણઉકેલ્યા ગુનાઓ ઉકેલી નાખ્યા છે.

SURAT : ડીંડોલી અને પાંડેસરાના ઘરફોડ ચોરી અને અપહરણના કેસમાં SOGએ  4 આરોપીઓને ઝડપી પાડ્યા
Surat : SOG nabbed 4 accused in theft and kidnapping cases in Dindoli and Pandesara

Follow us on

SURAT : શહેરના ચકચારી ઘરફોર ચોરી અને અપહરણનો ગુનો શહેર SOG પોલીસે ઉકેલી નાખ્યો છે. ડીંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી, તેમજ પાંડેસરા માં ચકચારીત અપહરણ અને મારામારી સામેલ ચાર રીઢા આરોપી ને ઝડપી પાડ્યા જે આરોપી પાસે પોલીસે ૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે. સાથે આ આરોપી અનેક ગુનાઓમાં પકડાઉ ચુક્યા છે.

સુરત પોલીસ કમિશનર દ્વારા ગંભીર ગુનાઓ માં સંડોવાયેલા એરોપી ને શોધવા માટે સૂચન કર્યું હતું. તેવામાં સુરત SOG પોલીસ દ્વારા ડીંડોલી વિસ્તારમાં બનેલ ઘરફોડ ગુનાઓને આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી હતી. જેમાં SOGને બાતમી મળતા પ આજ મામલે માણસો ની અલગ અલગ ટીમો બનાવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્વારા પોલીસ ને બાતમીના આધારે એસ.ઓ.જી પોલીસે ડીંડોલી વિસ્તારના નંદવન ખાતે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા ચૂકવાનારો ખુલાસો કર્યો હતો. એક નહિ બે નહિ પણ અનેક ગંભીર ગુનાઓની કબૂલાત કરી હતી.

પોલીસે સૌ પ્રથમ તો ડિંડોલી વિસ્તારમાં લાખોના દાગીના ચોરીનો બનાવ મામલે તેઓની આકરી પૂછપરછ કરી હતી. અને તેઓની પોલીસ તપાસ માં પોપટ જેમ પોતાના ગુનાની કબૂલાત કરી હતી. અને તેમની પાસેથી SOG પોલીસએ ચોરી કરતી ગેંગને સોના ચાંદી મોબાઈલ બાઈક મળી 11.47 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પોલીસના હાથે ઝડપાયેલા તમામ ચાર આરોપી રીઢા ગુનેગાર છે, જે પાંડેસરા વિસ્તારમાં 20 જેટલા ગુનાને પણ અંજામ આપી ચૂકયાનું બહાર આવ્યુ હતું. સાથે જ રૂપિયાની લેતીદેતી માં 6 વર્ષની બાળકીના અપહરણના ગુનામાં પણ આરોપીઓ સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો હતો.

પકડાયેલા આરોપી પૈકીનો સુરજ કાલિયો ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. જે એકલો પોલીસને શક ન જાય તે માટે રાત્રી દરમ્યાન તે સાયકલ દ્વાર સોસાયટીમાં રેકી કરતો હતો. જેમના ઘરના દરવાજા ખુલ્લા હોય અને જેમને ફક્ત જાળી લગાવતા હોઈ તે ઘરને નિશાન બનાવતો હતો.પોતાની ટોળકી બોલાવી લેતો હતો. સુરજકાલિયા એ પોતે લીધેલ ઉછીના રૂપિયા નહિ આપવા મારામારી કરી હતી અને રૂપિયા આપનારની 6 વર્ષની દીકરીનું અપહરણ પણ કર્યું હોવાનું કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : લવ જેહાદ વિરુદ્ધના કાયદાની કલમ-5 પરની રોક હટાવવા હાઈકોર્ટમાં રજૂઆત

Next Article