Surat : રેમડેસીવર ઈંજેકશનની શીશીમાં પાણી ભરીને પડાવી લીધા 7 હાજર, આરોપી પોલીસના સકંજામાં

|

Apr 24, 2021 | 7:38 PM

રેમડેસીવીર ઈંજેકશનની વધુ માંગને લઈને તેની કાળા બજારીના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ અહી કાળા બજારી તો ઠીક પરંતુ કઈક અલગ જ રીતે રેમડેસીવીર ઈંજેકશને વહેંચવામાં આવ્યું

Surat : રેમડેસીવર ઈંજેકશનની શીશીમાં પાણી ભરીને પડાવી લીધા 7 હાજર, આરોપી પોલીસના સકંજામાં
File Photo

Follow us on

દેશભરમાં કોરોના મહામારીના બીજા તબક્કાએ સૌ કોઈને હેરાન પરેશાન કરી દીધા છે. ચારે બાજુથી ઑક્સીજનની અછત, હોસ્પિટલોમાં બેડ નહીં તેમજ રેમડેસીવીર ઈંજેકશનની અપૂર્તિને લઈને તરહ તરહના અહેવાલો પ્રગટ થઈ રહ્યા હતા. જેમાં રેમડેસીવીર ઈંજેકશનની વધુ માંગને લઈને તેની કાળા બજારીના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ અહી કાળા બજારી તો ઠીક પરંતુ કઈક અલગ જ રીતે રેમડેસીવીર ઈંજેકશને વહેંચવામાં આવ્યું છે. જેને લેને એક વ્યક્તિની સુરત પોલીસે ધર પકડ પણ કરી હતી.

સુરતની સરથાણ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે રેમડેસીવીર ઈંજેકશનની કાળા બજારી કરતો હતો. સ્થાનિક લોકોએ તેને યોગી ચોકમાં નકલી રેમડેસીવીર ઈંજેકશન વેંચતા પકડ્યો હતો. પોતાનું દિવ્યેશ નામ જણાવતો આરોપી યુવાન બુધવારે કથિત રીતે સાત હજાર રૂપિયામાં છ ડુપ્લિકેટ શીશીઓ વેંચી હતી.

પીડિત પરિવારે જ્યારે ગુરુવારે આરોપીને પકડ્યો હતો ત્યારે તે ઈંજેકશનની શીશીઓ પરત લેવા આવ્યો હતો. આરોપી યુવાનને શીશીઓ સહિત સરથાણા પોલીસને સોપી  દીધો હતો. તે દરમ્યાન પોલીસે કહ્યું કે શીશીઓની ડિલિવરી ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં થઈ છે તો ફરિયાદ ત્યાં થવી જોઈએ અને જ્યારે પીડિત પરિવાર પોતાની ફરિયાદ દાખલ કરવા માટે થઈને ઉમરા પોલીસ મથકે ગયા ત્યારે ત્યાં પણ તેઓની ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો અને બાદમાં સાર્થન મોકલી દેવામાં આવ્યા. જો કે છેક મોડી સાંજે સરથાણ પોલીસ દ્વારા ફરિયાદ લેવાની પ્રક્રિયા હાથ ધારવામાં આવી હતી.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

શીશીઓમાં શું હતું તેની તપાસ થશે – પોલીસ
પોલીસ અધિકારી સીકે પટેલે જણાવ્યુ કે પીડિત પરિવારને રેમડેસિવિર ઈંજેકશનની શીશીઓ વેંચવામાં આવી હતી. શીશીઓમાં ડુપ્લિકેટ કે એક્સપયાર્ડ સામગ્રી હતી કે કેમ તેની તપાસ હાલ થઈ રહી છે. પ્રથમ દ્રષ્ટિએ આ કાળાબજારીનો મામલો જણાઈ રહ્યો છે. જે કે ફરિયાદીનું તેવું કહેવું છે કે આમાં પાણી ભરીને આપી દેવમાં આવ્યું હતું. જેની પૂરી તપાસ થશે.

ફરિયાદી દ્વારા જણાવવામાં આવે છે કે રેમડેસીવીર પાઉડરના રૂપમાં આવે છે જ્યારે અમને શીશીઓ મળી ત્યારે તેમાં પ્રવાહી ભરેલું હતું. પછી જ્યારે આરોપીને આ બાબતની વાત કરવામાં આવી ત્યારે માની ગયો અને કહ્યું કે તેને નકલી ઈંજેકશન વેંચ્યા છે અને પૈસા પરત આપવા માટે આવ્યો હતો. ફરિયાદીએ કહ્યું કે તેને ગૂગલ પે મારફત પૈસા જમા કરાવ્યા અને શીશીઓ પરત લેવા માટે આવ્યો ત્યારે તેને પકડીને પોલીસને સોંપી દીધો

Next Article