સુરત: પુણા પોલીસ આખી લકઝરી બસને 54 પેસેન્જરો સાથે કેમ લઈ ગઈ પોલીસ સ્ટેશન ? જાણો પેસેન્જરોએ શું કર્યું ?

|

Mar 14, 2022 | 10:20 PM

પોલીસ દ્વારા એક પછી એક પેસેન્જરો અને તેમની પાસે રહેલા સામાનને ચકાસણી કરતા એક પછી એક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે કુલ મળી 265 બોટલ મળી આવી હતી. આમ જોતાં થોડા સમય માટે પુણા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુરત: પુણા પોલીસ આખી લકઝરી બસને 54 પેસેન્જરો સાથે કેમ લઈ ગઈ પોલીસ સ્ટેશન ? જાણો પેસેન્જરોએ શું કર્યું ?
Surat: Police took the entire luxury bus with 54 passengers to the police station

Follow us on

સુરત (Surat) શહેરના પુણા પોલીસે માહિતીના આધારે દમણથી સુરત આવતી એક ખાનગી લકઝરી બસમાં (Luxury bus)આવતા પેસેન્જરો જે પોતાના પાસે રહેલા બેગોની અંદર અલગ અલગ રીતે વિદેશી દારૂની (Foreign liquor)સંતાડીને લઈને આવી રહ્યા હતા જેમને પકડી પાડ્યા. સાથે કેટલાક પેસેન્જરો તો પીધેલી હાલતમાં પણ મળી આવતા પોલીએ તમામ વિદેશી દારૂ અને લકઝરી બસ કબ્જે કરી તપાસ શરૂ કરી.

સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના કેટલાક લોકો પોતાની મનમાની ચલાવતા હોય છે. અથવા તો પોતે ધારેલું કામ કોઈપણ રીતે પૂરું કરવા માટે કંઈ પણ કરતા હોય છે. પછી ભલેને ચોરી કરીને અથવા તો કોઈપણ ખેલ પાડીને મોટપ અનુભવતા હોય છે. ત્યારે આવો એક કિસ્સો સુરતના પુણા ગામ વિસ્તારમાં પ્રકાશિત થયો, આમ તો સુરતની વાત કરીએ સુરત દારૂ માટે પંકાઈ ગયું છે. ત્યારે કેટલાક ઇસમો દમણથી દારૂ પી સાથે જે લક્ઝરી બસમાં આવી રહ્યા છે તે બસની અંદર મોટાભાગના પેસેન્જરો પોતાની પાસે રહેલા સામાન છે. તેની અંદર દમણથી વિદેશી દારૂની બોટલો મૂકીને સુરત લાગી રહ્યા છે તે માહિતી સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના પી.આઇ યુ.વી.ગડરિયાને મળતા તાત્કાલિક પીએસઆઇ અને ડી સ્ટાફના માણશો સાથે રાખી અને દમણથી સુરત આવતી બસ જેનો નંબર છે GJ 14 V 5506 તે અટકાવી હતી.

અને ત્યારબાદ પોલીસ દ્વારા એક પછી એક પેસેન્જરો અને તેમની પાસે રહેલા સામાનને ચકાસણી કરતા એક પછી એક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે કુલ મળી 265 બોટલ મળી આવી હતી. આમ જોતાં થોડા સમય માટે પુણા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે તાત્કાલિક પુણા પોલીસે સાત મહિલા સહિત 45 પેસેન્જર બસ કંડકટર ડ્રાઇવરની પણ ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે ખાનગી લક્ઝરી બસ પણ કબજે કરી ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

મહત્વની વસ્તુ એ છે લોકો પોતાનું વચન પૂરું કરવા માટે કેટલી હદે જતા હોય છે તે આ કિસ્સાઓ પરથી ખ્યાલ આવે છે. હાલમાં તો પુણા પોલીસે તપાસ હાથ ધરી છે પણ આવી રીતે કેટલાક લોકો ખાનગી વાહનોમાં અલગ અલગ રીતે ચોરી છૂપી વિદેશી દારૂની બોટલો લાવતા હોય છે. મહત્વનું એ છે કે કેટલાક લોકો તો રીતે ખાનગી રાહે બસો કે ટ્રકોમાં પણ દારૂની હેરાફેરી કરતા હોય છે જથી પોલીસને ચકમો આપી શકાય.

 

આ પણ વાંચો : કચ્છ : વિજ પ્રશ્નોને લઇ ખેડૂતોનો વિરોધ, નખત્રાણામાં ઢોલ-થાળી વગાડી ખેડૂતોએ ધરણાં કર્યા

આ પણ વાંચો : વડોદરા : સાયકલનું ડોનેશન આપીને મહિલાઓને આર્થિક પગભર કરવાનો પ્રયાસ

Next Article