Surat : શ્વાનને ગળેફાસો આપી મારી નાખનાર સામે પોલીસે દાખલ કર્યા બે ગુના

|

Dec 15, 2021 | 2:35 PM

શહેરના ન્યુ રાંદેર રોડ ખાતે આવેલ એક સોસાયટીમાં થોડા દિવસો પહેલા એક શ્વાનને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારવામાં આવતાં જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી

Surat : શ્વાનને ગળેફાસો આપી મારી નાખનાર સામે પોલીસે દાખલ કર્યા બે ગુના
Dog Killed brutally

Follow us on

શહેરના રાંદેર રોડ પર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલા પુષ્પધન રો હાઉસમાં શ્વાન (Dog Killing ) પર નિર્દયતાથી માર માર્યા બાદ તેને લટકાવી દેવાના કેસમાં રાંદેર પોલીસે સોસાયટીના બે રહેવાસીઓ સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. પાંચ દિવસ પહેલા ન્યૂ રાંદેર રોડ પર સ્વામિનારાયણ સ્કૂલ પાસે પુષ્પધન રો હાઉસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વીડિયોમાં સોસાયટીના કેટલાક રહેવાસીઓ ભાડે રાખેલા માણસની મદદથી સગર્ભા શ્વાન પર ટોર્ચર કરતા જોવા મળે છે. કારની નીચે છુપાયેલી સગર્ભા શ્વાનને લાકડી વડે નિર્દયતાથી મારવામાં આવે છે અને પછી શ્વાન પાસે દોડીને લાકડી વડે માર મારવામાં આવે છે. ઇજાગ્રસ્ત શ્વાન ભાગી શકતી ન હોવાથી પ્લાસ્ટિકની પાઇપ સાથે દોરડું બાંધીને શ્વાનને ફાંસો આપી દેવામાં આવ્યો હતો.

આ વાયરલ વીડિયોથી પ્રાણીપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો અને આખરે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે પુષ્પધન રો હાઉસના રહેવાસી વિજય મોદી અને સુભાષ શાહ અને બે અજાણ્યા શખ્સો સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર મામલે સમાજના અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાની શક્યતા છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

શહેરના ન્યુ રાંદેર રોડ ખાતે આવેલ એક સોસાયટીમાં થોડા દિવસો પહેલા એક શ્વાનને ઘાતકી ઢબે મોતને ઘાટ ઉતારવામાં આવતાં જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી હતી. સોસાયટીના કેટલાક રહેવાસીઓ દ્વારા ભાડુઆતી માણસો દ્વારા શ્વાનને સરાજાહેર ગળામાં ફાંસી આપીને તાલીબાની માનસિકતાને પણ શરમાવે તેવા કૃત્યને પગલે જવાબદાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કમિશનર સમક્ષ પણ રજુઆત કરવામાં આવી હતી.

રાંદેર રોડ ખાતે દિવ્યા શુઝ પાસે આવેલ પુષ્પધન રો- હાઉસ સોસાયટીમાં બે ઈસમો દ્વારા શ્વાનની કરવામાં આવેલી ઘાતકી હત્યાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જીવદયા પ્રેમીઓમાં આ પ્રકારની હેવાનિત આચરનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. જેના ભાગરૂપે રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડના સભ્ય પંકજ બુચ દ્વારા પોલીસ કમિશનર અજયકુમાર તોમરને જવાબદાર ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સાથે સખ્ત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat : મહાવેક્સિનેશન અભિયાનમાં સુરતમાં 95 હજાર લોકોને એક જ દિવસમાં વેક્સીન અપાઈ

આ પણ વાંચો : વરરાજાની બગીમાં લાગી આગ, કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

Next Article