Surat : સગાભાઇને ફસાવવા માતા-પિતાએ જ બાળકનું અપહરણ કર્યું, આખરે ભાંડો ફૂટ્યો

|

Aug 08, 2021 | 2:42 PM

સુરતમાં (Surat) સગાભાઇને ફસાવવા માતા-પિતાએ જ બાળકનું અપહરણ કર્યું હતું. આખરે ભારે જહેમત બાદ ભાંડો ફૂટ્યો હતો.

Surat : સગાભાઇને ફસાવવા માતા-પિતાએ જ બાળકનું અપહરણ કર્યું, આખરે ભાંડો ફૂટ્યો
Surat crime news

Follow us on

લોકો પોતાના સ્વાર્થ માટે અથવા તો કોઈ વસ્તુ હાંસલ કરવા માટે કેટલી હદે લોકો કાવતરું કરતા હોય તે જાણો સુરતના પાંડેસરા વિસ્તારમાં જમીન વિવાદમાં સગાભાઈને ફસાવવા માતા-પિતાએ પોતાના જ બાળકનું અપહરણ-ગુમ (Parents kidnap child) થવાનું નાટક કર્યું હતું. આ ઘટના બાદ પોલીસએ સઘન તપાસ હાથ ધરી હતી.

સુરત (Surat ) શહેરમાં પાંડેસરા- સચિન GIDC જેવા વિસ્તારોમાં બાળકો ગુમ થવાના કિસ્સા સતત સામે આવતા હોય છે. જેથી ત્યાંની સ્થાનિક પોલીસ બાળક ગુમ થયાના મેસેજ મળતા પોલીસ કામે લાગતી હોય છે પણ પાંડેસરા વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો પાંડેસરા પોલીસે અપહરણ કરાયેલા બાળકના માતા-પિતા વિરુદ્ધ જ અપહરણની ખોટી ફરિયાદ બદલ ગુનો નોંધ્યો હતો.

હકીકત એવી છે કે બિહારમાં ભાઈ સાથે ચાલતા જમીન વિવાદમાં એક પિતાએ પોતાના જ દસ વર્ષના બાળકના અપહરણ-ગુમ થવાનું નાટક પોતાની પત્ની સાથે મળી રચ્યું હતું. સગા ભાઈને ફસાવવાનો તખ્તો ગોઠવ્યો હતો. તારીખ 6 જુલાઈના પાંડેસરા ગોકુળધામ સોસાયટી રહેતા સીમાદેવી ચંદનસીંગ મહેન્દ્રસીંગનો 10 વર્ષનો દિકરો દિપક અચાનક પોતાના ઘર નજીકથી ગુમ થઈ ગયો હોવાની વાત સામે આવી કે પછી કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આમ બાળકના માતા પિતા દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસમાં જઈ ને બાળક ગુમ થયા બાબતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવા પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. તેવામાં પાંડેસરા પોલીસ ઇન્સ્પેકટર એ.પી.ચૌધરીએ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગુમ થનાર બાળકને ટેકનીકલ તેમજ માણસોને માહિતી આપી બાળકને શોધી કાઢવા પોલીસ જુદી જુદી ટીમને કામે લગાડી હતી.

પોલીસ દ્વારા સધન શોધખોળ કરી પણ બાળક મળી આવ્યું ન હતું બાદમાં પોલીસે આખરે તપાસ દરમિયાન બાળકના પિતાજી ચંદનસિંગ પર શંકાના આધારે સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી પિતા ચંદનસિંગનો તેમના ભાઇ લવકુશસિંગ સાથે મુળ વતન બિહારમાં જમીનને લઇને ઝઘડો ચાલી રહ્યો છે. ભાઇ લવકુશને પોતાના જ દીકરાના અપહરણમાં ફસાવી દેવા આવું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.

બાદમાં પોલીસે માતા પિતાની અટકાયત કરી પૂછપરછ કરુંકે બાળક ક્યાં સંતાડવામાં આવ્યું તો દિકરાને માતાની સાથે કામ કરતી મહિલાને ઘરે મોકલી આપ્યો હતો. આખરે પાંડેસરા પોલીસ તપાસમાં બાળક મળી આવતા અપહરણ અને ગુમ બાળકના ગુનાનો ભેદ ઉકેલી બાળકને શોધી પોલીસ સફળ રહી છે. એટલું જ નહીં પણ આ ગુનામાં બાળકના માતા પિતા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :આખરે ધરતી પર કેવી રીતે થઇ હતી શેષનાગની ઉત્પત્તિ, બહુ ઓછા લોકોને ખબર છે પરાક્રમી નાગ સાથે જોડાયેલી આ વાત



આ પણ વાંચો : તાલિબાનના વધતા કબજાને રોકવા માટે અમેરિકાનું મોટું પગલું, અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા B-52 અને AC-130 વિમાનો

Next Article