સુરત: રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી મોબાઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ચાર શખ્સો ઉધના પોલીસના હાથે ઝડપાયા

|

Apr 17, 2022 | 11:37 PM

ઉધના પોલીસના (Police) હાથે ઝડપાયેલા અરબાઝ ઉર્ફે ગબ્બા આલમખાન પઠાણ ભેસ્તાનના ડીંડોલી આવાસનો રહેવાસી છે.આરોપી અરબાઝ ડીંડોલી પોલીસના હાથે પણ અગાઉ સાત જેટલા જુદા જુદા ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.

સુરત: રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી મોબાઇલ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ચાર શખ્સો ઉધના પોલીસના હાથે ઝડપાયા
Surat: Mobile theft gang busted after paying attention to a passenger in a rickshaw

Follow us on

સુરત (Surat) શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકલ-દોકલ દેખાતા પેસેન્જરોને (Passenger) ઓટો રીક્ષામાં (Auto rickshaw) બેસાડી આગળ-પાછળ ખસવાનું કહી નજર ચૂકવી મોબાઇલ ચોરી (Mobile theft) કરતી ગેંગને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી બે જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઉધના પોલીસના હાથે ઝડપાયેલી ગેંગ પાસેથી 1.28 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.જ્યારે ઝડપાયેલ ગેંગના સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને અગાઉ પણ અનેક મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે.

સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી ઓટો રીક્ષામાં એકલદોકલ પેસેન્જરને બેસાડી આઘા-પાછા ખસવાનું કહી નજર ચૂકવ્યા બાદ મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. પેસેન્જરનો મોબાઈલ ચોરી કરી અધ્ધ-રસ્તા વચ્ચે જ ઉતારી આ ગેંગ ફરાર થઈ જતી હોય છે. જે ગેંગને ઝડપી પાડવા શહેર પોલીસ દ્વારા પણ ભારે કમર કસવામાં આવી રહી છે. દરમ્યાન આવી જ કંઈક ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. ઉધના પોલીસનો સ્ટાફ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો,તે દરમ્યાન મળેલ બાતમીના આધારે એક ઓટો રિક્ષામાં સવાર કુલ ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. જે શખ્સોની તલાસી લેતા અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતા.

મોબાઈલ અંગેની પૂછપરછ હાથ ધરતા તમામ મોબાઈલ ચોરીના હોવાની કબૂલાત કરી હતી. જ્યાં આરોપીઓની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં કુલ 11 જેટલા ચોરીના મોબાઈલ આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા. આરોપીઓની સઘનપૂર્વકની પૂછપરછમાં ઉધના અને ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલ મોબાઈલ ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓટો રિક્ષામાં ફરતા હતા. અને એકલ-દોકલ પેસેન્જર દેખાય, તો તેવા પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી લેતા હતા. ત્યારબાદ આઘા-પાછા ખસવાનું કહી નજર ચૂકવી મોબાઇલની ચોરી કરી લેતા હતા.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ત્યારબાદ અધ્ધ-રસ્તા વચ્ચે પેસેન્જરને ઉતારી નાસી છુટ્ટતા હતા.આમ આરોપીઓ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી એકલ-દોકલ દેખાતા પેસેન્જરને ઓટો રીક્ષામાં બેસાડી મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની હકીકત પોલીસ તપાસમાં સામે આવી છે.

ઉધના પોલીસના હાથે ઝડપાયેલા અરબાઝ ઉર્ફે ગબ્બા આલમખાન પઠાણ ભેસ્તાનના ડીંડોલી આવાસનો રહેવાસી છે.આરોપી અરબાઝ ડીંડોલી પોલીસના હાથે પણ અગાઉ સાત જેટલા જુદા જુદા ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે આરોપી સલીમ તસ્લિમ અન્સારીની પણ ખટોદરા પોલીસના હાથે અગાઉ ધરપકડ થઈ ચુકી છે. જ્યારે મોહસીન ઉર્ફે કાલું ચિરા જાકિર શેખ લાલગેટ પોલીસના હાથે અગાઉ ઝડપાઇ ચુક્યો છે.જ્યારે અન્ય ચોથા આરોપી મોઇનખાણ ઉર્ફે બોબડા સરવર ખાનનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો નથી.જો કે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં હાલ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સુરતમાં ગંભીર ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં અલગ-અલગ 3 દુર્ઘટનામાં ડુબવાથી 7 લોકોના મોત

Next Article