SURAT : કચરાના ઢગલામાંથી મળેલી બાળકીના માતા-પિતા અંગે મોટો ખુલાસો થયો
આ ઘટના ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિર નજીક બની છે. પરંતુ ગંભીર બાબત એ છે કે, નવજાત બાળકી પ્લાસ્ટિકની થેલીમાં હતી.
SURAT : સુરતમાં કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની બેગમાંથી નવજાત બાળકી મળી આવી હતી.જેના પગેલ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાંજ પોલીસે કેસનો ભેદ ઉકેલી નાંખ્યો છે.મળતી માહિતી પ્રમાણે આ કેસમાં સાળી બનેવીના અફેર સામે આવ્યું છે.અફેરના પગલે બાળકીનો જન્મ થયો હતો. આ મામલે પોલીસે રજનીસકુમાર પાસવાનની ધરપકડ કરી લીધી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રજનીશ અને તેની સાળી વચ્ચે અફેર હતું અને ત્યારબાદ બિહારથી સુરત માત્ર ડીલીવરી કરવામાં આવ્યા હતા.ત્યારબાદ બાળકીને તરછોડી ફરાર થઈ ગયા હતા.પરંતુ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી અને અંતે પોલીસનો હાથ આરોપી સુધી પહોંચી ગયો.
સુરતમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટના ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિર નજીક બની છે. પરંતુ ગંભીર બાબત એ છે કે, નવજાત બાળકી પ્લાસ્ટિકની થેલીમાં હતી.થેલીને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી. બાળકીને સુરત સિવિલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બાળકીને NICUમાં રિફર કરી હતી. પરંતુ આ ઘટનાને પગલે સુરતમાં હાહાકાર મચી ગયો હો અને ચો તરફ એક જ ચર્ચા થતી હતી કે, આ પ્રકારની ઘટના સમજામાં ક્યારે અટકશે.
