Surat : જ્વેલર્સ માલિકની પુત્રીની લૂંટારુઓ સાથે અથડામણ, ઘટના CCTVમાં કેદ, સગીર સહિત ત્રણ આરોપીની ધરપકડ

|

May 28, 2022 | 6:33 PM

CCTVમાં જોઈ શકાય છે કે એક જ્વેલર્સની દુકાનમાં ત્રણ છોકરાઓ ખભા પર બેગ લટકાવીને ઉભા છે. ત્રણેયએ દુકાનમાં હાજર યુવતી સમક્ષ અડધા કલાક સુધી અલગ-અલગ દાગીના જોવાનું નાટક કર્યું

Surat : જ્વેલર્સ માલિકની પુત્રીની લૂંટારુઓ સાથે અથડામણ, ઘટના CCTVમાં કેદ, સગીર સહિત ત્રણ આરોપીની ધરપકડ
સુરતમાં લૂંટારુ ઝડપાયા

Follow us on

સુરત (Surat) શહેરના ડીંડોલી વિસ્તારમાં એક જ્વેલર્સની (Jewelers)દુકાનમાં લૂંટના (Robbery)ઈરાદે ત્રણ લૂંટારુઓ દિવસે આવ્યા હતા.જોકે લૂંટારુઓ 1 લાખ 37 હજારની કિંમતનું મંગળસૂત્ર લૂંટીને ફરાર થઈ ગયા હતા. સુરત શહેરની ડીંડોલી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરીને એક સગીર સહિત ત્રણ લૂંટારુઓની દિવસભર લૂંટના આ કેસમાં ધરપકડ કરી છે.આ સમગ્ર લૂંટના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

CCTVમાં જોઈ શકાય છે કે એક જ્વેલર્સની દુકાનમાં ત્રણ છોકરાઓ ખભા પર બેગ લટકાવીને ઉભા છે. ત્રણેયએ દુકાનમાં હાજર યુવતી સમક્ષ અડધા કલાક સુધી અલગ-અલગ દાગીના જોવાનું નાટક કર્યું અને પછી જે ઈરાદા માટે તેઓ આવ્યા હતા. તે પુરી કરવા માટે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનું શરૂ કર્યું. બે લૂંટારુઓ કાઉન્ટર કૂદીને દુકાનમાં હાજર યુવતી પાસે પહોંચ્યા અને જવેલરી લૂંટવાનો પ્રયાસ શરૂ કરી દે છે. આ દરમિયાન યુવતી જ્યાં ઉભી હતી તે જગ્યાએ પોતાનો બચાવ કરીને નીચે બેસીને તેના પગ વડે ઈમરજન્સી સાયરન વગાડે છે. ઈમરજન્સી સાયરન વાગતાની સાથે જ ત્રણેય લૂંટારુઓ ઉતાવળમાં દોડવા લાગ્યા હતા. આ દરમિયાન એક લૂંટારુએ બૂમાબૂમ કરી હતી. જ્વેલર્સનું શોકેસમાં મૂકેલું મંગળસૂત્ર લૂંટીને ભાગી જાય છે. આ સમગ્ર ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે,

આ તસવીરો સુરતના ડિંડોલી ખરવાસા રોડ પર આવેલી રંગીલા પાર્ક સોસાયટીમાં આવેલા કોઠારી જ્વેલર્સની છે. લૂંટારાઓ સાથે લડી રહેલી અને જ્વેલર્સના કાઉન્ટર પર બેઠેલી યુવતીનું નામ જ્યોતિ ઈન્દ્રસેન જૈન છે. લૂંટની આ ઘટના જ્યોતિએ તરત જ નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.બાબત મળતા જ પોલીસની પીસીઆર વાન અને ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલા અને તેમની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

લૂંટના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપી સગીર છે. પકડાયેલા આરોપીઓમાં રોહન સુરેશ ખટીક અને બીજા જયદીપ નિકુંભેનો સમાવેશ થાય છે.જેઓ સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે.પોલીસે તેમના સુધી પહોંચવા માટે કોઈ ખાસ પ્રયાસ કરવો પડ્યો ન હતો કારણ કે આ ત્રણ લૂંટારુઓ આ લૂંટ કરવા માટે એક જ મોપેડ પર સવાર થઈને આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં મોપેડનો નંબર ટ્રેસ થયો હતો. અને તેના આધારે પોલીસ તેમના સુધી પહોંચી હતી. જ્યોતિની સતર્કતાના કારણે લૂંટારુઓ દુકાનમાં વધુ લૂંટ કરી શક્યા ન હતા.તે પહેલા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. જોકે પોલીસે તેમની ધરપકડ કરીને તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેની પૂછપરછ શરૂ કરી છે.

Published On - 6:33 pm, Sat, 28 May 22

Next Article