SURAT :સામાન્ય ઝઘડામાં યુવકની મિત્રએ જ કરી કરપીણ હત્યા, ફરાર હત્યારાની પોલીસે શોધખોળ આદરી

સુરત શહેરના વિસ્તારમાં આવેલ એસ.એમ.સી આવાસમાં રહેતો ૨૩ વર્ષીય દીપુ શંકરભાઈ રાઠોડ જેઓ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન કરે છે.

SURAT :સામાન્ય ઝઘડામાં યુવકની મિત્રએ જ કરી કરપીણ હત્યા, ફરાર હત્યારાની પોલીસે શોધખોળ આદરી
SURAT: In a general quarrel, the young man's friend committed the brutal murder
| Edited By: | Updated on: Apr 02, 2022 | 4:06 PM

સુરત (SURAT) શહેરના વેસુ વિસ્તારમાં ગઇકાલે રાત્રે ૨૩ વર્ષીય યુવકને તેના જ અંગત મિત્ર (Friend) જોડે કોઈ વાતે ઝઘડો થતાં મિત્રએ યુવકના પેટના ભાગે ચાકુના ઘા મારી પતાવી (Murder) દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત શહેરના વિસ્તારમાં આવેલ એસ.એમ.સી આવાસમાં રહેતો ૨૩ વર્ષીય દીપુ શંકરભાઈ રાઠોડ જેઓ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. ગતરોજ રાત્રે ઘરે જમ્યા પછી ઘર નીચે જ આકાશ નામના મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો થતાં બંને વચ્ચે હાથાપાઈ થઇ હતી. ત્યારબાદ આકાશે દીપુને પેટના ભાગે ચાકુના ઘા મારતા અને કમરના ભાગે ફેટ મારતા દીપુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે મૃતક દીપુના નાના ભાઈ દેવાંગએ જણાવ્યુ કે અમારા પરિવારમાં દિપોની પત્ની અને તેમની છ મહિનાની છોકરી પણ છે. મોટાભાઈ જમીનની નીચે ઉતર્યો એટલે તેના મિત્રએ તેની ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. ગઈકાલે રાત્રે ૯:૩૦ વાગે આ ઘટના બની હતી. આ પહેલા પણ કોઈ ઝઘડો થયો ન હતો.ભાઈ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.બે ત્રણ વર્ષથી કામ કરતો હતો. એમની પત્ની ઘરે જ છે.

આ બાબતે ઉમરા પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, ગઈકાલે રાત્રે વેસુ આવાસમાં રહેતો ૨૩ વર્ષીય દીપુ શંકરભાઈ રાઠોડ જેઓ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. તેમનાં પરિવારમાં તેમની માતા, પત્ની અને 6 મહિનાની દીકરી, નાનો ભાઈ અને પિતાનું તો ત્રણ વર્ષ પહેલા આવસાન થઇ ગયું હતું.તેમને તેમનાં જ મિત્ર આકાશ દ્વારા ચાકુના ઘા અને પીઠને ભાગે ફેટ મારવામાં આવ્યો હતો. જેથી તેમની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ મામલે હાલ તો હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :

Ahmedabad: અરવિંદ કેજરીવાલે કર્યો મિશન ગુજરાતનો પ્રારંભ, ભગવત માન સાથે કરી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું ”આશ્રમમાં આવીને શાંતિનો અનુભવ થયો”

આ પણ વાંચો :

ટીબીની રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ , ભારત 2 વર્ષમાં રસી તૈયાર કરશે: NARI