સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જૂના મોબાઈલ લે વેચને લઈ મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. શહેરમાં બનતા મોબાઈલ ચોરીનાં તેમજ મોબાઈલના ઉપયોગથી કરાતા ગુન્હાઓને શોધી કાઢવા સુરત શહે૨ પોલીસ કમિશ્નર દ્વારા એક અગત્યનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ જૂના મોબાઈલની લે વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ, સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજીયાત બનાવવાના રહેશે.આ પ્રકારની કામગીરી ન કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ચોરીઓની અને મોબાઈલ સ્નેચિંગની ઘટના અવારનવાર સામે આવી રહી છે. મોબાઈલ ચોરીઓની રોજે રોજ ઢગલાબંધ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે ત્યારે ચોરીના મોબાઇલ શોધવા અને આ નેટવર્ક ને પકડી પાડવા પોલીસ એક્શન મોડ પર જોવા મળી છે. જેને લઇ સુરત પોલીસ કમિશનર દ્વારા જુના મોબાઇલના ખરીદ વેચાણ સામે મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
સુરત શહે૨ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા આજે જુના મોબાઈલ લે – વેચ પર એક અગત્યનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ જૂના મોબાઈલના મોબાઈલ લેવેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જૂના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પૂરેપૂરૂ નામ, સરનામું નોંધીને નિયત રજીસ્ટર ફરજીયાત બનાવવાના રહેશે.જેમાં મોબાઈલ ની વિગત , કંપનીના આઈએમઈઆઈ નં.ની, મોબાઈલ બિલની, લે-વેચ કરનારના નામ અને સરનામા,તેમજ આઈ ડી પ્રૂફની વિગત નોંધાયેલી ફરજિયાત હોવી જોઈશે.
આ પ્રકારની કામગીરી ન કરનાર વેપારી સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી સીધો મોબાઈલની લે-વેચ કરે ત્યારે વેચનાર વ્યક્તિ પાસેથી ખરીદનારનું અને વેચનારનું પુરૂ નામ સ૨નામું મેળવી એક નકલ પોતાની પાસે રાખવાની રહેશે અને બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરજિયાત આપવાની રહેશે. આપવાનું રહેશે.ત્યારે પોલીસ દ્વારા જાહેર કરાયેલ આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાને પત્ર રહેશે.
જુના મોબાઇલની લે વેચ ઉપરાંત મોબાઇલમાં વપરાતા સીમકાર્ડના પણ ખરીદ વેચાણ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ આદેશ જાહેર કરાયા છે.મોબાઇલના ખરીદ વેચાણ ની જેમજ સીમકાર્ડ વેચાણ વખતે વેપારીઓએ ખરીદનારનું નામ, સ૨નામું માટેના ઓળખના પુરાવા, સીમકાર્ડના નંબર અને કંપનીની વિગતો નોંધવાની ફરજિયાત રહેશે.
મહત્વપૂર્ણ છે કે શહેરમાં મોબાઇલ ચોરીની અને સ્નેચિંગની મળતી ફરિયાદના આધારે પોલીસ એક્શન મોડ પર હતી. ચોરીના મોબાઈલ શહેરની સૌથી મોટી મોબાઈલ લે-વેચની માર્કેટ એવી જનતા માર્કેટમાં વેપાર થતો હોવાની માહિતી મળી હતી. જેને આધારે 100 થી વધુ પોલીસ કર્મી અને અધિકારીઓની ટીમ દ્વારા જનતા માર્કેટમાં રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે વેપારીઓ પાસેથી જુના મોબાઇલ વેચાણ માટેના ડેટા ની તપાસ કરી હતી. જેમાં અનેક વેપારીઓ પાસેથી જૂના મોબાઇલના રેકોર્ડ ન હોય તેવા મોબાઇલ મળી આવ્યા હતા .જેને આધારે પોલીસે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા હોવાનું માનવામાં આવે છે.
સુરતમાં મોબાઇલની ચોરી કરતી ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે. વરાછા પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપતા એક બાળઆરોપી સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 18 જેટલા મોબાઇલ ફોન કબ્જે કરી કુલ 84 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ પોલીસે આરોપીઓના અન્ય સાગરિતોની શોધખોળ શરૂ કરી છે
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…