અડાજણ પાલ આરટીઓ નજીક પાલ ઉમરા બ્રીજ નીચે (Tapi River) તાપી નદીમાંથી ગેરકાયદે રેતીખનન (Sand Mining) થઇ રહ્યું હતું. જેથી ત્યાં સુરત (Surat) પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીથી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત અહીંથી એક ટ્રક, ૪૫ ટન રેતી, બે બાઈક મળી કુલ ૧૪.૫૩ લાખની મત્તા કબજે કરાઈ હતી. ખરેખર ખાણ ખનીજ ખાતું ઉધતુ રહ્યું. અને પોલીસ રેડ કરી ગઈ જાણે સુરત ખાણ ખનીજને આ બાબતે કોઈ ખ્યાલ જ ન હોય તેમ ?
સુરત પીસીબી પોલીસને માહિતી મળી હતી કે અડાજણ પાલ આરટીઓ નજીક પાલ ઉમરા બ્રીજ નીચે તાપી નદીમાંથી નાવડીઓ મારફતે ગેરકાયદે રેતીખનન થઇ રહ્યું છે. તે બાતમીના આધારે પીસીબી પીઆઇ સંજય ભાટિયા દ્વારા તપાસ કરી હતી. બાદમાં PCB પોલીસની ટીમ દ્વારા રાત્રીના સમયે અહી દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે અમરોલી ઈડબ્લ્યુ આવાસ ખાતે રહેતા ડ્રાઈવર કમલેશ તેજાજી વણઝારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીથી ૯ લાખની કિમતનો ટ્રક, ટ્રકમાં લોડેડ ૭૫ હજારની કિમતનો ૧૫ ટન રેતીનો જથ્થો, ૨.૫૦ લાખની કિમતની કોમ્પ્રેશન મશીન સાથે ફીટ કરેલી નાવડી, ૫ નંગ લોખંડના ચારણા, નદીમાંથી ખનન કરેલા ૩૦ ટન રેતીના ઢગલા, પાવડા અને બે બાઈક મળી કુલ ૧૪.૫૩ લાખની મત્તા કબજે કરી હતી.
વધુમાં ઝડપાયેલા ઇસમનો મોટો ભાઈ હરીશ તેજાજી વણઝારા સાથે ભેગા મળીને ગેરકાયદેસર રીતે તાપી નદીના પટમાંથી નાવડી મારફતે રેતી ખનન થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે અડાજણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પણ નવાઈ વાત એ છે કે સુરત ના ખાણ ખનીજ વિભાગ ને આટલી મોટી બાબત જો ખ્યાલ ન હોય તે શક્ય જ નથી. કારણ કે જે પ્રમાણે માહિતી મળી રહી છે કે આ રેતી ચોરીનું કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. એવી પણ ચર્ચા છે કે ખાન ખનીજના અધિકારિઓને આ બાબતે ખ્યાલ હતો.
ઉલ્લેખનીય છે કે ભૂસ્તરવિભાગે 12મી તારીખે બપોરે 12 કલાકે અમરોલી બ્રીજના નીચે તાપી નદી પટમાં દરોડાની કાર્યવાહી કરી હતી. અહીંથી ગેરકાયદે માટીચોરી થઇ રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. ભૂસ્તર વિભાગને ત્યાંથી માત્ર સંગ્રહ કરેલી 125.49 મે.ટન સાદી રેતી મળી હતી. આ મામલે અમરોલી પોલીસ મથકમાં ગુનો પણ નોધવામાં આવ્યો હતો. પોલીસે તેમાં ત્રણ આરોપીની ધરપકડ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં ભૂ માફિયા બેફામ બન્યા છે. અને બેફામ રેતી ચોરી કરી રહ્યા છે. ત્યારે પોલીસ અને ભૂસ્તર વિભાગ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે તો મસમોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી શક્યતા રહેલી છે.
આ પણ વાંચો : અમદાવાદ : AMCના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા
આ પણ વાંચો : મહેસાણા : સ્વ.આશાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય) બહેનના અધૂરા કામો પૂરા કરશે ભાઈ