સુરતના ખટોદરામાંથી ઝડપાયેલ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ, મુખ્ય આરોપી મોહસીનની મુંબઇથી ધરપકડ

|

Oct 26, 2020 | 5:28 PM

બાંગ્લાદેશથી સગીર વયની કિશોરીનું અપહરણ કરી સુરતમાં દેહ વેપારના ધંધામાં ધકેલી દેનાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે. આરોપી મોહસીન મૂળ બાંગ્લાદેશનો વતની છે. અને, મોહસીન કિશોરીને સારા કપડાં તેમજ મોબાઈલ અપાવવાની લાલચ આપી અપહરણ કરી ભારત લઈ આવ્યો હતો. જે બાદ બેંગ્લોર ખાતેના શખ્સને રૂપિયા 50 હજારમાં કિશોરીને વેચી દેવામાં આવી હતી. […]

સુરતના ખટોદરામાંથી ઝડપાયેલ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ, મુખ્ય આરોપી મોહસીનની મુંબઇથી ધરપકડ

Follow us on

બાંગ્લાદેશથી સગીર વયની કિશોરીનું અપહરણ કરી સુરતમાં દેહ વેપારના ધંધામાં ધકેલી દેનાર આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી છે. આરોપી મોહસીન મૂળ બાંગ્લાદેશનો વતની છે. અને, મોહસીન કિશોરીને સારા કપડાં તેમજ મોબાઈલ અપાવવાની લાલચ આપી અપહરણ કરી ભારત લઈ આવ્યો હતો. જે બાદ બેંગ્લોર ખાતેના શખ્સને રૂપિયા 50 હજારમાં કિશોરીને વેચી દેવામાં આવી હતી. બાદમાં કિશોરીને સુરતમાં દેહ -વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. આરોપી મોહસીન પાસેથી ભારતીય નાગરિકતાનું ઓળખકાર્ડ પણ મળી આવ્યું છે. ત્યારે હ્યુમન ટ્રાફિકિંગના તાર કયાં સુધી લંબાયેલા છે તેની ક્રાઇમ બ્રાંચે તપાસ આરંભી છે. આ કેસમાં હજુ કેટલાક આરોપીના નામ ખુલે તેવી શક્યતા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article