Surat : લાલગેટ વિસ્તારમાં હુક્કાબારનો પર્દાફાશ, ચાર લોકોની ધરપકડ

|

Jul 20, 2021 | 5:40 PM

સુરત શહેર PCB દ્વારા લાલગેટ વિસ્તારમાંથી એક કોમ્પ્લેક્ષમાં ચાલતા હુકકાબાર સેન્ટર ઝડપી પાડી ચાર લોકોને ઝડપી પાડયા. અને મોટા પ્રમાણમાં હુક્કાબાર અને અલગ અલગ ફેવરના તમાકું જપ્ત કર્યું

Surat : લાલગેટ વિસ્તારમાં હુક્કાબારનો પર્દાફાશ, ચાર લોકોની ધરપકડ
Hookah bar busted in Lalgate area

Follow us on

Surat : શહેરમાં યુવા વર્ગ નશીલા પદાર્થ નું સેવન તરફ વળી રહ્યા છે. ત્યાં સુરત શહેર PCB દ્વારા લાલગેટ વિસ્તારમાંથી એક કોમ્પ્લેક્ષમાં ચાલતા હુકકાબાર સેન્ટર ઝડપી પાડી ચાર લોકોને ઝડપી પાડયા. અને મોટા પ્રમાણમાં હુક્કાબાર અને અલગ અલગ ફેવરના તમાકું જપ્ત કર્યું.

સુરત શહેર ધીરે ધીરે મુંબઈની ફેશન તરફ અને યુવા વર્ગ નશીલા પદાર્થનું સેવન સતત કરી રહ્યા છે. કારણ કે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં MD ડ્રગ્સ માટે અને ગાજનું એપી સેન્ટર છે. સુરત શહેરમાં પહેલેથી હુકકાના મોટા મોટા સેન્ટરો ચાલતા હતા. અને જેમાં અંદાજિત 15 વર્ષથી 2022 વર્ષ સુધીના યુવા વર્ગ નશો કરવા જતાં અને એક જાતની લત લાગી ગઈ હોય તેવું હતું. પણ થોડા સમય સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ અગાઉ PCB દ્વારા સતત રેડો કરવામાં આવી હતી.

જેથી સુરત શહેરમાં હુકકા બાર સંચાલકો ભૂગર્ભ માં ચાલ્યા હતા. ફરી ખાનગી રાહે કોઈ અંદરના વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં હુકકા બાર ચલાવતા હોય છે. તેવામાં આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય તોમરને ધ્યાને આવી હતી. અને, તાત્કાલિક શહેર PCB ટીમને સૂચન કરતા PCB પીઆઇ સહિતની ટીમ માહિતીના આધારે સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલ રાણી તળાવના સોની ફળિયામાં નાલબંધ કોમ્પ્લેક્ષ મોટી ત્રણ દુકાનોમાં ‘ પફ ઇન પીસ’ નામનો હુકાબાર પર રેડ કરાઇ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બાદમાં PCB ટીમના માણસોએ તમામ જગ્યાએ રોક લગાવતા લોકો ભાગી શક્ય ન હતા. બાદમાં આ હુક્કાબારમાંથી પોલીસે ત્યાંથી ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. અને ત્યાં હુકકા પીવા આવેલા 10 લોકો પણ મળી આવ્યા હતા. બાદમાં તે લોકોના નિવેદન લઈને અટકાયતી પગલાં લઈ પોલીસે જવા દીધા હતા. બાદમાં જગ્યા પરથી પોલીસે હુકકાના નંગ 28 અલગ અલગ કંપનીના તમાકુ, અલગ અલગ ફેવરના પીણાં, ઇલેકટ્રોનિક સગડી મળીને કુલ 1 લાખ 19 હજારનો મુદામલ જપ્ત કર્યો છે.

આમ તો સુરત શહેરમાં આવી રીતે ખાનગી રહે એક નહિ કેટલાક જગ્યાએ હુકકબાર ચાલતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. પણ પોલીસ દ્વારા રેડ કરતા હુકકાબાર સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે આ હુક્કાબાર ચલાવતા મુખ્ય આરોપી અસદ ફિરજ મન્સૂરી,તોસિફ સાજીદ પટેલ ,અનસ ફિરજ મન્સૂરી અને સાજન મજમદારની ધરપકડ કરી લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરત શહેરમાં જ્યારથી પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ચાર્જ સાંભળ્યો છે. ત્યારથી તેમની નજર સુરત શહેરમાં જે નશીલા પદાર્થ જેવા કે ખાસ કરીને MD ડ્રગ્સ આ શહેરમાં નાબુદ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. શહેરમાં અગાઉ પર મોટા પ્રમાણમાં MD ડ્રગ મળી આવ્યું છે. અને હવે બાદ આવા હુકકબાર પર પણ સતત રેડ કરવામાં આવે જેથી યુવા વર્ગ આવા નશાના રવાડે ન ચડે.

Next Article