Surat : હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા, લાંચ લેતા ઝડપાયેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની કરાઈ ધરપકડ

|

Jul 02, 2021 | 1:25 PM

Surat : એસીબીને વધુ એક સફળતા મળી છે. કોંગ્રેસના માજી કોર્પોરેટર સતીશ પટેલની 20 હજાર રૂપિયાની લાંચ કેસ મામલે ધરપકડ કરવામાં આવી છે.

Surat : હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા, લાંચ લેતા ઝડપાયેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની કરાઈ ધરપકડ
માજી કોર્પોરેટર સતીશ પટેલની એસીબીએ કરી ધરપકડ

Follow us on

Surat : સુરતના બમરોલી વિસ્તારમાં આવેલી એક મિલકત ગેરકાયદેસર હોવાનું કહીને મિલકતના માલિક પાસેથી 20 હજારની લાંચ માંગીને 15 હજારની લાંચ લેનાર સુરત મહાનગરપાલિકાના કોંગ્રેસના (Congress) માજી કોર્પોરેટર સતીશ પટેલની (Satish patel) આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરી હતી. આ સાથે એસીબી (ACB) દ્વારા માજી કોર્પોરેટર સતીશ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

કેસની વિગત એવી છે કે સુરત મહાનગર પાલિકામાં કોંગ્રેસના માજી કોર્પોરેટર સતીષ પટેલે બમરોલી રોડ પર આવેલી એક મિલકતનું પહેલા અને બીજા માળનું બાંધકામ ગેરકાયદે હોવાનું કહ્યું હતું. અને મિલ્કતદાર પાસેથી 20 હજારની લાંચ માંગી હતી. ત્યારબાદ મિલકતધારકે પંદર હજાર રૂપિયા આપવાની વાત કરીને સમાધાન કર્યું હતું. મિલકતધારક રૂપિયા લઈને આવ્યો હતો ત્યારે સતીશ પટેલ અને તેનો મિત્ર અભિરાજ એસીબીના હાથે લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા હતા.

દરમિયાન સતીશ પટેલ સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજી નામંજૂર થઈ છે. ત્યારબાદ સતીશ પટેલ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે આગોતરા જામીન અરજીની સામે એસીબીએ સોગંદનામું રજૂ કર્યું હતું. આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે સતીશ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સાથે એસીબી પોલીસ સ્ટેશન પટેલના ઘર પર વોચ રાખી હતી. અને હુકમ આવતાની સાથે પોલીસ દ્વારા માજી કોર્પોરેટર સતીશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.

ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત તો દૂર રહી પણ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના કોર્પોરેટરો એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ચુક્યા છે. વર્ષ 2018-19માં પણ ભાજપના 4 કોર્પોરેટર એસીબીના હાથે રંગે હાથ પકડાઈ ચુક્યા છે. ત્યારે કોંગ્રેસના માજી કોર્પોરેટર સતીશ પટેલની લાંબા સમય બાદ લાંચ કેસમાં ધરપકડ થતા ચર્ચાનો વિષય બન્યો છે.

Next Article