સુરત : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરાયો, સોમવારથી સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી થશે

|

Feb 25, 2022 | 2:36 PM

આરોપી પક્ષના વકીલે જે કોર્ટમાં રજૂ કરેલ ચાર્જશીટ વાંચવા માટેની મુદત માગી હતી. સાથે પોતાના વકીલ સાથે વાત કરવા માટે નિયત સમયની માંગણી કરી હતી. જોકે કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી.

સુરત : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરાયો, સોમવારથી સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી થશે
Judgment in Surat Grishma murder case will now come on the 21st

Follow us on

સુરત ગ્રામ્ય વિસ્તારના ચકચારી હત્યાના કેસમાં આજે આરોપી ફેનીલને(Fenil) સુરતની કોર્ટમાં (Court) રજૂ કરવામાં આવ્યો હતો. અને કોર્ટ દ્વારા આજે આરોપી વિરુદ્ધ તોહમદ નામું સંભળાવવામાં આવતા જ કોર્ટ દ્વારા આરોપીએ ગુના બાબતે પૂછતાં આરોપીએ કબૂલ નહીં હોવાનું કહ્યું હતું. જેથી આ કેસની આગળની કાર્યવાહી સોમવારથી રાબેતા મુજબ કોર્ટમાં ચાલશે. તો રોજેરોજ કાર્યવાહી સાથે તમામ પુરાવા અને સાક્ષીની જુબાની પણ લેવામાં આવશે.

સુરત જિલ્લા કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે ગ્રીષ્મા વેકરિયાની (Grishma Vekaria)ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જોકે આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થયો હતો. જોકે પોલીસે આરોપીને ઝડપી પાડી માત્ર પાંચ દિવસ પોલીસ દ્વારા ચાર્જસીટ રજૂ કરવામાં આવી હતી. જોકે આ ગ્રામ્ય કોર્ટનો કેસ ઝડપી ચાલે તે માટે આ કેસને સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જોકે ગતરોજ આ કેસમાં આરોપીને વિડીયો કોન્ફરન્સ થકી હાજર કરવામાં આવ્યા બાદ આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

જોકે આ કેસને લઇને લોકોમાં રોષ હોવાને લઇને આરોપી ફેનીલ ગોયાણીને રજૂ કરતા પહેલા સુરત કોર્ટ પરિષદ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. જોકે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા આ મામલે ગ્રીષ્માની હત્યા અને પરિવાર પર ચપ્પુ વડે હુમલો કરવા માટે હત્યાની પ્રયાસ કલમ હેઠળ ગુનો બનતો હોવાને લઇને સુરત કોર્ટ દ્વારા આરોપીને તોહમતનામુ સંભળાવ્યા બાદ આરોપી ફેનિલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરોપી પક્ષના વકીલે જે કોર્ટમાં રજૂ કરેલ ચાર્જશીટ વાંચવા માટેની મુદત માગી હતી. સાથે પોતાના વકીલ સાથે વાત કરવા માટે નિયત સમયની માંગણી કરી હતી. જોકે કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી. અને આ કેસ દરરોજ ચાલશે તમામ સાક્ષીઓ તમામ નિવેદનો સહિતના પુરાવા ચેક કરવા માટેની કાર્યવાહી શરૂ કરવાનું કીધું હતું. જોકે આ કેસને લઈને સુરત નહીં પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે. ત્યારે સરકાર તરફથી આ કેસનો જલ્દી નિકાલ આવે અને આરોપીને કડકમાં કડક સજા મળે તે પ્રકારની તમામ તૈયારીઓ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે.

સૌ પ્રથમ મેડિકલ પુરાવા ચેક કરવામાં આવશે. જેમાં મરનાર યુવતીનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબો અને તેના મોટા પપ્પા અને ભાઈ પર હુમલો કરવા સમયે સારવાર કરનાર તબીબો સાથેસાથે વહેલી સારવાર કરનારા તબીબોને પણ જુબાની લેવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો, 68500 લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા

આ પણ વાંચો : સુરત : આઠ કરોડથી વધુની બેંક લોન લઇ છેતરપિંડી આચરનાર વોન્ટેડ આરોપી ઝબ્બે, આરોપીની મોડસ ઓપરેન્ડીથી પોલીસ ચોંકી ઉઠી

Next Article