Surat: ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટરસાઈકલ અને મોબાઈલ ફોન ચોરી કરનાર આરોપીને પકડી પાડયો

|

Apr 17, 2022 | 5:42 PM

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોકેટ કોપ મોબાઈલ ફોનની મદદથી ચોરીની મોટરસાઈકલ તથા મોબાઈલ ફોન ચોરી કરનાર આરોપીને બે મોટરસાઈકલ તથા બે મોબાઈલ ફોન સાથે પકડી પાડયો હતો.

Surat: ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટરસાઈકલ અને મોબાઈલ ફોન ચોરી કરનાર આરોપીને પકડી પાડયો
ફોટો - આરોપી

Follow us on

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોકેટ કોપ મોબાઈલ ફોનની મદદથી ચોરીની મોટરસાઈકલ તથા મોબાઈલ ફોન ચોરી કરનાર આરોપીને બે મોટરસાઈકલ તથા બે મોબાઈલ ફોન સાથે પકડી પાડયો હતો. આરોપી રત્નકલાકાર છે અને મોજશોખ માટે ચોરીના રવાડે ચડયો હતો. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કાપોદ્રા, કર્મનાથ મહાદેવ મંદિરના પાસે મોબાઈલ અને બાઈક ચોર ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કાપોદ્રાના ઈન્દિરાનગરમાં રહેતા આરોપી હિતેશ અંબાલાલ બાલુરામ પ્રજાપતિને ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી એક હોન્ડા બે મોબાઈલ ફોન તથા એક હોન્ડા મોટસાઈક મળી 58 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જે મુદ્દામાલ પોતાના મિત્ર સંદિપ ઉર્ફે કાળીયા સાથે મળી ચોરી કર્યો હતો. આરોપીની પુછપરછ કરતાં તેના મિત્ર સંદિપ ઉર્ફે કાળીયા સાથે મળી એક મોટરસાઈકલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપી પાસેથી બે મોબાઈલ અને બે બાઈક કબ્જે કરાઈ હતી. સાથે જ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ત્રણ ચોરીના ભેદ ઉકેલાઈ ગયા હતા. આરોપીએ ઘરના સભ્યો સુતેલા હોય તેવા મકાનમાંથી મોબાઈલ ફોન ચોરી કરી તથા મોટર સાઈકલને ડાયરેકટ ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કીર ચોરી કરતા હતા.

આરોપી હિતેશ રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો. પરંતુ મોજશોખ કરવા માટે તેણે ચોરી કરવાનું શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું હતુ. ઘરના સભ્યો સુતા હોય તેવા મકાનમાંથી મોબાઈલ ફોન અને બાઈક ચોરી કરતો રત્નકલાકાર ઝડપાયો રત્નકલાકાર મોજશોખ માટે ચોરીના રવાડે ચડ્યો હોવાની વાત સામે આવી છે.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Defense Recruitment 2022: રક્ષા મંત્રાલયે દ્વારા 24 જગ્યા માટે બહાર પાડવામાં આવી ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: CBSE single board exam: CBSE બોર્ડની પરીક્ષા આગામી સત્રથી માત્ર એક જ વાર લેવામાં આવશે, જાણો કેવો રહેશે 10-12નો અભ્યાસક્રમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article