SURAT : એસબીઆઇ બેંકના કર્મચારીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતા બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ પીવડાવી

પાંડેસરા વિસ્તારમાં રહેતી ઇન્ટીરીયર ડિઝાઇનર કરતી યુવતી પર દોઢ વર્ષ અગાઉ એસબીઆઇના ક્રેડિટ કાર્ડ માટે બમરોલીની એસબીઆઇની બ્રાંચ પર ગઇ હતી. ત્યારે તેનો પરિચય હેમચંદ્ર રતનલાલ દાયમ સાથે પરિચય થયો હતો.

SURAT : એસબીઆઇ બેંકના કર્મચારીએ યુવતી પર દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતા બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ પીવડાવી
SURAT: SBI bank employee molested a young woman (FILE)
| Edited By: | Updated on: Jan 05, 2022 | 5:05 PM

ક્રેડિટકાર્ડ વિભાગના કર્મચારીએ ઈન્ટિરિયર ડિઝાઈનર યુવતીને ફસાવી ડુમસની હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

સુરત શહેરના પાંડેસરા વિસ્તારની ઇન્ટીરીયર ડિઝાઇનરને એક પુત્રીના પિતા એવા એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મીએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ગર્ભવતી બનાવી જબરજસ્તી ગર્ભપાતની ગોળી પીવડાવી દીધાની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે. જે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.

પત્નીને બહેન -પુત્રીને ભાણેજ બતાવી શખ્સે યુવતી સાથે પ્રેમલીલા રચી ગર્ભવતી બનાવી

પાંડેસરા વિસ્તારમાં રહેતી ઇન્ટીરીયર ડિઝાઇનર કરતી યુવતી પર દોઢ વર્ષ અગાઉ એસબીઆઇના ક્રેડિટ કાર્ડ માટે બમરોલીની એસબીઆઇની બ્રાંચ પર ગઇ હતી. ત્યારે તેનો પરિચય હેમચંદ્ર રતનલાલ દાયમ સાથે પરિચય થયો હતો.જેમાં હેમચંદ્રએ કાર્ડના બહાને અવારનવાર કોલ કરી તું જો મારી સાથે લગ્ન નહીં કરે તો આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. સાથે નોકરી આપવા માટેની લાલચ આપી હતી તે દરમિયાનમાં હેમચંદ્ર યુવતીને તેના ઘરે લઇ ગયો હતો અને માતા, ભાઇ તથા પત્નીની ઓળખ બહેન તરીકે અને દોઢ વર્ષની પુત્રીની ઓળખ ભાણેજ તરીકે આપી હતી.

યુવતી અને તેની સાથે લગ્ન નહી કરે તો આપઘાત કરવાની ધમકી આપતો હતો, ભાંડો ફુટતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી

આ ઉપરાંત યુવતીને દુકાન ભાડે રાખવામાં મદદ કરી લીવ એન્ડ લાયસન્સના કરારમાં જબરજસ્તી સહી કરાવી ડુમ્મસની એક હોટલમાં લઇ જઇ યુવતી સાથે હેમચંદ્રએ શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે ગત જુલાઇમાં હેમચંદ્રના પેટીએમ પ્રોફાઇલમાં પત્ની સાથેનો ફોટો જોતા હેમચંદ્રનો ભાંડો ફૂટી ગયો હતો. જેથી હેમચંદ્રએ યુવતીને જબરજસ્તી ગર્ભપાતની ગોળી પીવડાવી દીધી હતી. બનાવ સંદર્ભે ભોગ બનાનાર યુવતીએ આ બાબતે પાંડેસરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પણ નવાઈની વાત એ છે કે પોતાના પરિવારને પારકો બતાવીને યુવતિને ફસાવે તે કેટલું વ્યાજબી છે. હાલમાં તો ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે તમામ પાસો હેઠળ તપાસ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : VADODARA : અલ્હાદપુરા ગામમાં કિશોરોનું પહેલા ડોઝનું 100 ટકા રસીકરણની પૂર્ણ

આ પણ વાંચો : Surat : ત્રીજી લહેરના ભણકારા, બપોર સુધી સુરતમાં કોરોનાના કેસ 250 ને પાર

Published On - 4:10 pm, Wed, 5 January 22