Surat: આગ બુઝાવતી સુરત ફાયર વિભાગની ટીમે આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાની જિંદગી પણ બચાવી

|

Jul 19, 2021 | 10:28 AM

સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે વેસુ (vesu) વિસ્તારમાં આવેલ નંદન 1 એપાર્ટમેન્ટમાં 10માં માળેથી એક 41 વર્ષીય મહિલા આપઘાત કરવાનો પ્રયત્ન (attempt of suicide) કરી રહી છે.

Surat: આગ બુઝાવતી સુરત ફાયર વિભાગની ટીમે આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાની જિંદગી પણ બચાવી
Surat fire department

Follow us on

Surat: સામાન્ય રીતે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ (fire and emergency services) સાથે જોડાયેલા કર્મચારીઓનું મુખ્ય કામ આગ અકસ્માતના સ્થળે આગ બુઝાવવાની કામગીરી કરવાનું હોય છે. પણ સુરત ફાયર વિભાગે રવિવારે રાત્રે એક કાબિલેતારીફ કામગીરી કરીને સૌનું દિલ જીતી લીધું હતું.

સુરત ફાયર વિભાગ (surat fire department) આગ બુઝાવવાની કામગીરી તો કરે જ છે પણ સાથે સાથે રવિવારે સુરત ફાયર વિભાગની ટીમે એક મહિલાની જિંદગી બચાવવાની ઉમદા કામગીરી પણ કરી છે.

રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે વેસુ (vesu) વિસ્તારમાં આવેલ નંદન 1 એપાર્ટમેન્ટમાં 10માં માળેથી એક 41 વર્ષીય મહિલા આપઘાત કરવાનો પ્રયત્ન (attempt of suicide) કરી રહી છે. મહિલાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો છે અને બાલ્કનીમાં ઉભી રહીને મહિલા કૂદીને આપઘાત કરવાની ધમકી આપી રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ કોલ મળતા જ સુરત વેસુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઉપરાંત મહિલાને રેસ્ક્યુ કરવા સાથે 55 મીટરની હાઈટ ધરાવતી ટર્ન ટેબલ લેડર એટલે કે ઊંચી સીડી પણ લઈ ગઈ હતી. સાથે જ જમ્પિંગ કુશન પણ લઈ ગયા હતા જેથી જો મહિલા કુદે તો પણ તેને બચાવી લેવાય.

આ મહિલાએ બાલ્કનીનો દરવાજો બંધ કરીને આપઘાતની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો હતો

41 વર્ષીય મહિલા કવિતા બેન ડિપ્રેશનનો શિકાર હતા અને જેના કારણે તે આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા. મહિલાને બચાવવા પહોંચેલી ફાયર વિભાગ ટીમના 2 જવાનોએ મહિલા સાથે વાતચીત ચાલુ રાખી હતી. તો બીજી તરફ અન્ય ફાયરના જવાનોએ ટર્ન ટેબલ લેડર મહિલા પાસે લઈ જઈને તેને બચાવી લીધી હતી.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે મહિલાના સંબંધીનું થોડા સમય પહેલા કોલકાતામાં મોત થયું હતું. એટલું જ નહીં તેમના પિતાનું પણ એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. જેથી તેના કારણે તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા.

આ મહિલાએ બાલ્કનીનો દરવાજો બંધ કરીને આપઘાતની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ફાયર વિભાગની ટીમે તે થવા દીધું ન હતું. ટર્ન ટેબલ લેડર અને જમ્પિંગ કુશનનો સહારો લઈને ફાયરની ટીમે બાલ્કનીનો દરવાજો તોડીને મહિલાને કુદતા બચાવી લીધી હતી.

આમ, સુરત ફાયર વિભાગની ટીમની આ ઉમદા કામગીરીને સ્થાનિકોએ વધાવી લીધી હતી. અને મહિલાની જિંદગી બચાવવા બદલ ફાયર ટીમનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો: VADODARA : સ્વીટી પટેલ- PIઅજય દેસાઈના કેસની તપાસ હવે ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કરશે, આજે ગાંધીનગર ખાતે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ થશે

આ પણ વાંચો: શું તમે પણ સવારે નાસ્તામાં પૌંઆ ખાઓ છો? જાણો તેની શું પડે છે તમારા સ્વાસ્થ્ય પર અસર?

Next Article