BANASKANTHA : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામેથી કરૂણ ઘટના સામે આવી છે. અમાસથી શરૂ થયેલા દશામાના વ્રતની આજે પૂર્ણાહુતિ છે. ત્યારે અનેક શ્રદ્ધાળુઓ આજે શ્રદ્ધાભેર માતાજીનું વિસર્જન કરી રહ્યાં છે. ત્યારે શ્રદ્ધાના આ પ્રસંગમાં એક કરુણ ઘટના બની છે. પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે ઈકો કારે પગપાળા જતા શ્રદ્ધાળુઓને અડફેટે લેતા 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. તો સાથે જ 5 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે આ ઘટના બની હતી. દશામાતાના વ્રતનો અંતિમ દિવસ હોઈ શ્રદ્ધાળુઓ જાગરણ કરતા હોય છે. ત્યારે ગઢ મડાણા ગામે કેટલાક શ્રદ્ઘાળુઓ જાગરણ હોઈ ગઢ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે એક ઈકો કારે પગપાળા જઈ રહેલા 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા હતા.
મંદિર પાસેના તળાવ પાસે આવેલ મંદિર પાસે ઈકો કારે શ્રદ્ધાળુઓને કચડ્યા હતા. ઈકો કારે 7 શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા, જેમાંથી 2 યાત્રિકોના મોત નિપજ્યા છે. તો બાકીના ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામેબનેલી આ કરૂણ ઘટનામાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તો આ સાથે જ અરેરાટી પણ મચી ગઈ છે. આ અકસ્માત સર્જનાર ઇકો કારના ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ, બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા
આ પણ વાંચો : ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા