SURAT : વેપારીની આંખમાં મરચું નાખી 3 લૂંટારુઓએ 15 લાખની લૂંટ કરી

|

Nov 28, 2021 | 4:05 PM

વેપારી પાસે 15 લાખની રોકડ હતી જે દુકાન વેચાણની આવક હતી. વેપારીની સલાબતપુરાની દુકાનના સોદા પેટે 15 લાખ રૂપિયા આવ્યા હતા. વેપારી પાસે 15 લાખ હોવાની લૂંટારુઓને ટીપ કોઇ જાણભેદુએ આપ્યા હોવાની પોલીસને આશંકા છે.

SURAT : વેપારીની આંખમાં મરચું નાખી 3 લૂંટારુઓએ 15 લાખની લૂંટ કરી
Robbers loot Rs. 15 lakhs from a trader using chili powder in Surat

Follow us on

SURAT : સુરતમાં વેપારીની આંખમાં મરચું નાખી 3 લૂંટારુઓએ 15 લાખની લૂંટ કરી છે. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં વેપારી દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે આંખમાં મરચાંની ભૂકી નાંખી 15.25 લાખની લૂંટ કરતા ભાગદોડ મચી હતી.સિટીલાઇટ ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને FYBcomમાં અભ્યાસ કરતો 18 વર્ષીય યશ તેના નાના સાથે ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં મદદ કરે છે.દુકાન બંધ કરી યશ નાના સાથે કારમાં ઘરે આવવા નીકળ્યો હતો.રસ્તામાં સિટીલાઇટ તીર્થ સ્ટુડિયોની સામે 3 લૂટારૂઓ મોપેડ પર આવી કારને આંતરી હતી.

બે બદમાશે યશ અને તેના નાનાની આંખમાં મરચા ભૂકી નાખી ઝપાઝપી કરી હતી.જયારે ત્રીજા લૂંટારૂએ પાછળનો દરવાજો ખોલી બે બેગોમાં જેમાં એક બેગમાં 25 હજારની ધંધાના વકરાની રોકડ અને બીજી બેગમાં 15 લાખની રોકડ હતી જેની લૂંટ ચલાવી.આમ 15.25 લાખની રોકડની લૂંટ કરી ત્રણેય ભાગી છૂટ્યા હતા.વેપારીએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.કોઇ જાણભેદુએ લૂંટારુઓને ટીપ આપ્યા હોવાની પોલીસને આશંકા છે.હાલમાં તો પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે.

વેપારી પાસે 15 લાખની રોકડ હતી જે દુકાન વેચાણની આવક હતી. વેપારીની સલાબતપુરાની દુકાનના સોદા પેટે 15 લાખ રૂપિયા આવ્યા હતા. વેપારી પાસે 15 લાખ હોવાની લૂંટારુઓને ટીપ કોઇ જાણભેદુએ આપ્યા હોવાની પોલીસને આશંકા છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

આ પણ વાંચો : PSIએ કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે GCMMFના મિલ્ક પાઉડર, પોલિ ફિલ્મ પ્લાન્ટ્સ, નવા બટર ઉત્પાદન પ્લાન્ટ તથા અત્યાધુનિક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન કર્યું

 

 

Next Article