રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી, ડ્રગ કેસમાં જામીનના નિર્ણયને NCBએ સુપ્રીમમાં પડકાર્યો

|

Mar 16, 2021 | 1:28 PM

રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. ડ્રગ કેસમાં રિયાને હાઈ કોર્ટે જામીન મંજુર કર્યા હતા. હવે નિર્ણયને NCBએ સુપ્રીમમાં પડકાર્યો છે.

રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી, ડ્રગ કેસમાં જામીનના નિર્ણયને NCBએ સુપ્રીમમાં પડકાર્યો
rhea chakraborty

Follow us on

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીના જામીનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. ગયા વર્ષે બોમ્બે હાઈકોર્ટમાંથી રિયાને જામીન મળ્યા હતા. રિયા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં પણ મુખ્ય આરોપી છે, જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસથી સંબંધિત ડ્રગ્સ કેસમાં એનસીબીએ ગયા વર્ષે રિયાની ધરપકડ કરી હતી. લગભગ એક મહિના જેલમાં રહ્યા બાદ રિયાને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા અને ત્યારથી જામીન પર છે. હવે એનસીબીએ બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ અરજીની સુનાવણી 18 માર્ચે થવાની છે. આ અગાઉ 5 માર્ચે એનસીબીએ ડ્રગ્સ કેસમાં એનડીપીએસની વિશેષ અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે.

ગયા વર્ષે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતની ડેડબોડી તેના બાંદ્રા નિવાસસ્થાન પરથી મળી હતી. સુશાંતના નિધન અંગે સીબીઆઈ તપાસ ચાલી રહી છે. તે જ સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુશાંતના ખાતામાં નાણાકીય ગેરરીતિના આક્ષેપોની તપાસ કરી છે. આ જ ક્રમમાં ડ્રગ્સ કનેક્શન, વોટ્સએપ ચેટ્સ દ્વારા બહાર આવ્યું હતું, અને NCB ની એન્ટ્રી થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

રિયા ચક્રવર્તી, જે મૃત્યુ પહેલાં સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી, એનસીબી દ્વારા 8 સપ્ટેમ્બરે તેનું નામ ચેટમાં આવ્યા બાદ પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. રિયા તે સમયે આ કેસમાં ધરપકડ કરનારી દસમી વ્યક્તિ હતી. રિયા મુંબઇની ભાયકલા જેલમાં બંધ હતી. બોમ્બે હાઈકોર્ટે લગભગ એક મહિના પછી તેમને જામીન આપ્યા હતા.

Next Article