રાજકોટ : મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસના સાતેય આરોપીએ હજુ પોલીસ પકડથી દૂર

|

Mar 06, 2022 | 5:39 PM

મહેન્દ્ર ફળદુએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ , અમિત ચૌહાણ, અતુલ મહેતા તેમજ અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

રાજકોટ : મહેન્દ્ર ફળદુના આપઘાતનો કેસના સાતેય આરોપીએ હજુ પોલીસ પકડથી દૂર
Rajkot: Seven accused in Mahendra Faldu's suicide case are still out of police custody

Follow us on

રાજકોટના (RAJKOT) ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુના (Mahendra Faldu) આપઘાત કેસ (Suicide case) મામલે ચાર દિવસ બાદ પણ નામાંકિત સાત બિલ્ડર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. કેસ નોંધાયા બાદ સાતેય આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને શોધવા માટે પોલીસે કરેલો ટેકનિકલ ઉપયોગ પણ નિષ્ફળ રહ્યો છે. આપઘાત કેસમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દીપક પટેલ અને અમદાવાદના ઓઝોન ગ્રુપના ડાયરેક્ટર સહિત 7 આરોપી સામે ગુનો નોંધાયો છે. જેને લઈને રાજકોટ પોલીસની ટીમે ઓઝોન ગ્રુપની ઓફિસે સર્ચ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2 માર્ચે બનેલી ઘટનામાં મહેન્દ્ર ફળદુએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. હવે મહેન્દ્ર ફળદુનો પરિવાર ન્યાયની રાહ જુવે છે. ન્યાયની માગણી કરતાં પણ તેમની આંખોમાંથી આંસુ નથી રોકાઈ રહ્યા.

આ તરફ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના નેતા નીતિન ભારદ્વાજ પીડિત પરિવારને મળ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. સાથે જ પરિવારને વહેલીતકે ન્યાય અપાવવાની ખાતરી પણ આપી હતી.

મહેન્દ્ર ફળદુએ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ. એમ. પટેલ , અમિત ચૌહાણ, અતુલ મહેતા તેમજ અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશ કાન્તિલાલ પટેલ, દીપક પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાન્તિલાલ પટેલના કારણે આત્મહત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, 33 કરોડની મિલકતના દસ્તાવેજો ઝોન ગ્રુપે નથી આપ્યા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજકોટ અને અમદાવાદના બિલ્ડરોએ 33 કરોડની જમીનના દસ્તાવેજ નહીં કરી મહેન્દ્રભાઈને ત્રાસ આપતા હતા. જે મામલે પોલીસે સાત બિલ્ડર સામે ગુનો નોંધ્યો હતો. જોકે ઘટનાના બે દિવસ બાદ પણ પોલીસને એકપણ આરોપી હાથ આવ્યો નહોતો. પોલીસ આરોપીઓના ઘરે દોડી ગઇ પરંતુ આરોપીઓ તે પહેલા જ ફરાર થઇ ગયા હતા.

મહેન્દ્રભાઇના પુત્ર પ્રિયાંક ફળદુની ફરિયાદના આધારે પોલીસે આત્મહત્યા માટે મજબુર કરનાર અમદાવાદના ઓઝોન ગ્રુપના માલિક સાત શખ્સો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ સાતેય આરોપીઓની શોધખોળ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી છે. જે પૈકી ત્રણ ટીમ અમદાવાદ ખાતે જ્યારે એક ટીમ રાજકોટમાં આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે તમામ આરોપીઓના નિવાસસ્થાન અને આશ્રયસ્થાનો પર પોલીસે દરોડો કરીને તપાસ શરૂ કરી છે, જોકે આ કેસમાં હજુ એકપણ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી.

આ પણ વાંચો : Bhavnagar: રાજ્ય સરકારના 3300 ટેન્ડરમાંથી સરકારી કોન્ટ્રાકટરોએ એક પણ ના ભર્યું! 5000 કરોડના કામોને લાગી બ્રેક

આ પણ વાંચો: ઓપરેશન ગંગા છેલ્લા તબક્કામાં, વિદ્યાર્થીઓને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે બુડાપેસ્ટ પહોંચવાની ભારતીય દૂતાવાસની અપીલ

Next Article