Rajkot: ધોળા દિવસે લૂંટ, 2 શખ્સોએ મિલના એકાઉન્ટન્ટને રોકીને લાખો રૂપિયા અને બાઈક પડાવી લીધું

| Edited By: | Updated on: Nov 18, 2021 | 7:36 AM

Rajkot: શહેરના નાગડકા રોડ પર એક મિલના એક કામદારનું બાઈક રોકવામાં આવ્યું હતું. જે બાદ કર્મચારીને ધમકાવવામાં આવ્યો અને લૂંટ ચલાવવામાં આવી હતી.

રાજકોટના (Rajkot) ગોંડલ નાગળકા રોડ પરથી 3 લાખ રૂપિયાની લૂંટની (Loot) ઘટના સામે આવી છે. નાગળકા રોડ પર આવેલા રાઘવ કોટન સ્પીનિંગ મીલનો (Raghav cotton spinning mills) કર્મચારી લૂંટાયો છે. કર્મચારી SBI બેંકમાથી રૂપિયા લઈને મીલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન કેટલાક શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. હાલ આ મુદ્દે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

વિગતે તમને જણાવીએ તો શહેરના નાગડકા રોડ પર મિલના એક કામદારનું બાઈક રોકવામાં આવ્યું હતું. જે બાદ કર્મચારીને રોકીને તેને ધમકાવવામાં આવ્યો. 2 શખ્સોએ ધોળા દિવસે બાઈક રોકીને લૂંટ ચલાવી હતી. આ એકાઉન્ટન્ટ પાસેથી રોકડા રૂ. 3 લાખ અને બાઇકની લૂંટ કરવામાં આવી હતી. બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરરતા પોલીસ હરકતમાં આવી હતી.

પોલીસે નાકાબંધી કરી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. માહિતી અનુસાર જેની સાથે લૂંટ થઇ છે તેઓ રાઘવ કોટન સ્પીનિંગ મીલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાને બાઈક પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માંથી 3 લાખ ઉપાડીને મીલ તરફ આવી રહ્યા હતા. આ પૈસા મિલના હોવાની માહતી પ્રાપ્ત થઇ છે. તો આ દરમિયાન તેમને રોકી અને ધમકાવીને રોકડા રૂપિયા તેમજ બાઈક ની લૂંટ ચલાવી આરોપી ભાગી ગયાની ફરિયાદ નોંધવામાં આવી છે.

 

આ પણ વાંચો: પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા માછીમારોએ આપી માહિતી, જેલમાં કેવો હતો વ્યવહાર? હજુ કેટલા માછીમારો કેદ?

આ પણ વાંચો: AMC નો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય: ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સર્જાઈ સ્થિતિ, જાણો સમગ્ર વિગત