AMC નો વધુ એક વિવાદાસ્પદ નિર્ણય: ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સર્જાઈ સ્થિતિ, જાણો સમગ્ર વિગત
Ahmedabad: શહેર કોર્પોરેશનનો અન્ય એક વિવાદાસ્પદ નિર્ણય સામે આવ્યો છે. આ નિર્ણયમાં ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ (Ahmedabad) મહાનગર પાલિકાએ (AMC) વધુ એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. મહાનગર પાલિકાના નિર્ણયથી ઘાટ કરવા ઘડામણ મોંઘુ હોવાનો ઘાટ ઘડાયો છે. જણાવી દઈએ કે કાંકરિયામાં (Kankariya) અટલ એક્સપ્રેસના (Atal Express) પાટા રિપેર કરવા માટે કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ કોર્પોરેશને રેલવે વિભાગ પાસેથી 48 લાખમાં જૂના પાટા ખરીદ્યાં છે. જો કે આ 48 લાખના પાટા લગાવવાનો ખર્ચ છ ગણો વધી જાય તેમ છે. જી હા રેલવે વિભાગ પાસેથી જૂનામાં જે પાટા ખરીદ્યા છે, તેને લગાવવા માટેનો ખર્ચ પાટાની કિંમત કરતા અનેક ઘણો વધી જાય છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે 48 લાખના પાટા લગાવવા પાછળ કોર્પોરેશનને 3 કરોડથી વધુનો ખર્ચ થવાનો છે. આ મુજબ અટલ એક્સપ્રેસના પાટા રિનોવેશન કરવા માટે કોર્પોરેશન દ્વારા સાડા 3 કરોડનો ખર્ચ કરાશે. જેને લઇ વિવાદ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તો ઘાટ કરતા ઘડામણ વધારે થઇ રહી છે. સ્વાભાવિક છે 48 લાખનો ઘાટ અને ઘડામણ 3 કરોડ થવાનું હોવાથી AMC ના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.