Rajkot: કાગદડી ખોડિયાર આશ્રમના મહંતની આત્મહત્યા, મહંતને ખોટી રીતે ફસાવ્યા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

|

Jun 12, 2021 | 4:49 PM

Rajkot : થોડા દિવસો પહેલા રાજકોટમાં કાગદડી ખોડિયાર આશ્રમના મહંત (Rajkot Khodaldham mahant) નું મોત નિપજ્યું હતુ. મહંતના મોતને લઈ રહસ્યો ધેરાયા છે

Rajkot : થોડા દિવસો પહેલા રાજકોટમાં કાગદડી ખોડિયાર આશ્રમના મહંત (Rajkot Khodaldham mahant) નું મોત નિપજ્યું હતુ. મહંતના મોતને લઈ રહસ્યો ધેરાયા હતા અને મહંતનું મોત હૃદયરોગના હુમલા (Heart attacks)થી મોત થયાનું જાહેર કરી મહંતની અંતિમવિધિ પણ કરી નાંખી હતી. ત્યારે રહસ્યમય મોતને લઈ મહંતની એક સ્યુસાઇડ નોટ (suicide case)મળી આવી હતી, જેમાં મહંતને ખોટી રીતે ફસાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

મહંતના મોતને લઈ રહસ્યો ધેરાયા હતા અને કાગદડીના ખોડલધામના મહંત (Khodaldham mahant)ની આત્મહત્યાને લઈ સ્યુસાઇડ નોટના કેટલાક અંશો સામે આવ્યા છે, જેમાં મહંતને ખોટી રીતે ફસાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હિતેષ જાદવ અને અલ્પેશ સોલંકીએ મહંતને આત્મહત્યા માટે મજબુર કરવાનો ઉલ્લેખ કરાયો છે. બે મહિલાઓ સાથેના વિડીયોથી છેલ્લા દોઢ વર્ષથી ત્રાસ ગુજારાતો હોવાનું પણ સ્યુસાઇડ નોટ (suicide case)માં ઉલ્લેખ કરાયો છે.

હિતેષ અને અલ્પેશને દિકરાની જેમ આશ્રય આપ્યો હોવાની ભુલ કરવાનો સ્યુસાઇડ નોટ (suicide case)માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ વધુ જણાવવામાં આવ્યું છે કે, હિતેષ અને અલ્પેશે વિક્રમ ભરવાડને મારવા માટે મોકલ્યા હતા. તેમના મોત માટે આ બંન્ને લોકોને જવાબદાર હોવાનું લખવામાં આવ્યું છે.

આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસ (Kuvadva police)માં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. જણાવવું રહ્યું કે ભત્રીજા અને જમાઈએ હાર્ટઅટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હોવાનાં આક્ષેપો થઈ રહ્યા હતા. મહંતે સુસાઈડ નોટમાં તેમના મોત માટે આ બંન્ને લોકોને જવાબદાર હોવાનું કહ્યું હતુ.

Next Video