Rajkot: લવ ગાર્ડનમાં પ્રેમી યુગલ સામે રૌફ જમાવનાર નકલી પોલીસ યુવકની અસલી પોલીસે શાન ઠેકાણે લાવી

|

Jul 17, 2021 | 7:29 AM

બંન્ને અહીં શા માટે બેઠા છો તેવું કહીને તેને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી. યુવક યુવતી બંન્ને ગભરાય ગયા હતા અને પોતાના પરિવારજનોને ફોન કરવા લાગ્યા હતા.

Rajkot: લવ ગાર્ડનમાં પ્રેમી યુગલ સામે રૌફ જમાવનાર નકલી પોલીસ યુવકની અસલી પોલીસે શાન ઠેકાણે લાવી

Follow us on

Rajkot: રાજકોટના રેસકોર્ષ પાર્કમાં આવેલા લવ ગાર્ડન (Love Garden)માં બેઠેલા યુવક યુવતીઓ પાસે રૌફ જમાવનાર યુવકની અસલી પોલીસે શાન ઠેકાણે લાવી દીધી હતી અને તેની સામે ગુનો નોંધીને અટકાયતી પગલા લીધા હતા. શુક્રવારે બપોરના સમયે રક્ષિત લુણાગરીયા નામનો શખ્સ લવ ગાર્ડનમાં પહોંચ્યો હતો અને ત્યાં બેઠેલા યુવક યુવતીઓને ધમકાવવા લાગ્યો હતો. રક્ષિતે બગીચામાં અનેક લોકોને ધમકાવ્યા બાદ એક યુવક યુવતી બેઠા હતા તેની સામે પોતે પોલીસ ઈન્સ્પેક્ટર હોવાનો દાવો કર્યો.

બંન્ને અહીં શા માટે બેઠા છો તેવું કહીને તેને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી. યુવક યુવતી બંન્ને ગભરાઈ ગયા હતા અને પોતાના પરિવારજનોને ફોન કરવા લાગ્યા હતા. આ દરમિયાન ગાર્ડનની બહાર અસલી પોલીસ આવી પહોંચી હતી અને યુવક યુવતીએ તેની સાથે બનેલી ઘટના રક્ષિતની હાજરીમાં કહી જે સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ અને પોલીસે રક્ષિતની ગાર્ડનમાંથી અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.એલ.ચાવડાના કહેવા પ્રમાણે યુવક પોતે પોલીસની ઓળખ ન આપી હોવાનો પોતાનો બચાવ કરી રહ્યો હતો. જો કે યુવક યુવતીએ કરેલી ફરિયાદના આધારે રક્ષિત લુણાગરીયા નામના શખ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે અને તેની અટકાયત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ન્યારી ડેમ-રેસકોર્ષ પાર્ક-અવધ રોડ પર પ્રેમી યુગલોને હેરાન કરવામાં આવે છે

રેસકોર્ષ પાર્કમાં બનેલી આ ઘટનામાં સદનસીબે અસલી પોલીસ આવી જતા યુવક યુવતી બચી ગયા હતા. જો કે રાજકોટના અનેક એવા વિસ્તારો છે, જ્યાં પ્રેમી યુગલો ફરવા માટે જતા હોય છે. ત્યાં લેભાગુ તત્વો પોલીસના નામે રૌફ જમાવે છે. રાજકોટના ન્યારી ડેમ, રેસકોર્ષ પાર્ક અને કાલાવડ રોડ પર આવેલા અવધ રોડ પર બેઠેલા યુવક યુવતીને યેન કેન પ્રકારેણ ધમકાવીને તેની સામેથી આર્થિક લાભ પણ ઉઠાવે છે.

આ વિસ્તારોમાં પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ

યુવતીઓની સલામતી અને આવા લેભાગુ તત્વો ગેરલાભ ન ઉઠાવે તે માટે આ વિસ્તારોમાં નિયમિત રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે. કોરોનાની મહામારીને કારણે આ પર્યટન સ્થળો બંધ હાલતમાં હતા. જો કે હવે ઘીરે ધીરે આ સ્થળો ખુલવા લાગ્યા છે અને દિવસના સમયે પ્રેમી યુગલો આ વિસ્તારોમાં ફરતા હોય છે, ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદથી મનપસંદ જીમખાનામાં જુગારધામ ચાલતુ હોવાની ચર્ચા, કેસની તપાસમાં ઉચ્ચ અધિકારીઓ સામે લેવાશે પગલાં?

Next Article