RAJKOT : નકલી નોટોનો ગોરખધંધો, બે કારખાનેદારની ધરપકડ

|

Apr 03, 2021 | 7:21 PM

RAJKOT : લોકો રૂપિયા કમાવવા મહેનત કરવામાં માનતા નથી. અને, રૂપિયા કમાવવા કેટલાક લોકો આસાન રીતો શોધી લેતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે રાજકોટ શહેરમાં.

RAJKOT : નકલી નોટોનો ગોરખધંધો, બે કારખાનેદારની ધરપકડ

Follow us on

RAJKOT : લોકો રૂપિયા કમાવવા મહેનત કરવામાં માનતા નથી. અને, રૂપિયા કમાવવા કેટલાક લોકો આસાન રીતો શોધી લેતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે રાજકોટ શહેરમાં. અહીં, વાવડીમાં ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોનમાં આવેલા જોબવર્કના કારખાનામાં બે શખ્સો ઝડપાયા છે. આ બે શખ્સો પૈસાની ખેંચ દૂર કરવા છેલ્લા દોઢ વર્ષથી જાલી નોટ છાપતા હતા. જે અંગેની બાતમી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આથી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા જાલી નોટ છાપવાનું કારસ્તાન ઝડપી પાડયું હતું. આ સાથે પોલીસે 200, 500 અને 2000ના દરની 27 નકલી નોટ કબ્જે કરી હતી. સાથોસાથ બંને કારખાનેદારની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. નકલી નોટ છાપી બંને શખ્સો છૂટક રીતે સાંજના સમયે જ મોટી ઉંમરના ફેરિયાઓને વટાવતા હતા.

વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, કોણ છે આરોપીઓ ?

આ બે આરોપીમાં એકનું નામ પિયુષ બાવનજીભાઇ કોટડીયા છે. જે મેંદરડાનો વતની છે. અને હાલમાં રાજકોટ શહેરમાં જ રહે છે. જયારે બીજા આરોપીનું નામ મુકુંદ મનસુખભાઇ છત્રાળા છે. જે મૂળ માણાવદરનો વતની છે. અને, હાલમાં રાજકોટ શહેરમાં જ રહે છે. હાલ બંને કારખાનેદારની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સાથે જ કારખાનામાં નકલી નોટો ઉપરાંત વિદેશી દારૂની 36 બોટલ પણ મળી આવી છે. અને, તે અંગે પોલીસે અલગથી ગુનો નોંધાયો છે. આ બંને શખ્‍સ પોતાની પૈસાની ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવાના રવાડે ચડ્યા હતાં. દોઢ વર્ષ પહેલા આવો વિચાર આવતાં કલર પ્રિન્‍ટર કમ ઝેરોક્ષ મશીન લાવ્‍યા હતાં.
અને. બાદમાં નકલી નોટો છાપવાની શરૂઆત કરી હતી. પરંતુ, આખરે આ બંનેના કાળા કારનામા છત્તા થઇ ગયા છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છેકે બંને તરફ ઝેરોક્ષ કરવાની હોય શરૂઆતમાં તો સારી નોટો બનતી ન હતી. એ પછી ખૂબ નોટો છાપ્‍યા બાદ અમુક સારી અસલી હોય તેવી નોટો તૈયાર થઇ હતી. અને, સાંજના સમયે થોડું અંધારૂ થાય ત્‍યારે નોટો વટાવવાનું શરૂ કર્યુ હતું. ફેરીયાઓ અને એ પણ મોટી વયના હોય તેની પાસેથી થોડી ઘણી વસ્‍તુ ખરીદી નકલી નોટ આપી દેતા હતાં અને બાકી બચે તે અસલી ચલણ પાછું મેળવી લેતાં હતાં. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અત્‍યાર સુધીમાં આ બંનેએ એકાદ લાખની નકલી નોટો આ રીતે વાપરી નાંખી છે.

Next Article