Rajkot: ચોરીની કારના ચેચીસ નંબર બદલીને વેચાણ કરવાનું મોટું કૌભાંડ, બે વ્યક્તિની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 9:19 AM

રાજકોટ પોલીસે કાર ચોરી કરી એન્જીન ચેસીસ નંબર બદલાવી વેચાણ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. આ બાબતે બે શકસોની ધરપકડ પણ કરવામાં આવી છે.

રાજકોટ પોલીસે કાર ચોરીનું મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. આ કૌભાંડનો પડદાફાસ થતા ચકચાર મચી જવા પામ્યો છે. પોલીસે આ મામલે જેટલી 8 કાર કબજે કરી છે. મળેલી માહિતી અનુસાર આ ઠગીયાઓ આ કારો દિલ્હીથી ચોરી કરતા હતા. દિલ્હીથી ચોરી કરેલી કારો રાજકોટ લાવવામાં આવતી હતી.

મળેલી માહિતી અનુસાર પોલીસે 8 જેટલી કાર કરી કબજે કરી છે. ગઠીયાઓ દિલ્હીથી ચોરી કરેલી ગાડીઓ રાજકોટ લાવવામાં આવતી હતી. આ બાદ કારના એન્જીન ચેસીસ નંબર તેઓ બદલી દેટા હતા. આ હરકત કર્યા બાદ કાર્સને વેચવામાં આવતી હતી.

દિલ્હીથી આ ઇસમો વીમા કંપનીમાંથી કંડમ કરાયેલી ગાડીઓ ખરીદી લેતા હતા. ત્યાર બાદ તેના ચેચીસ નંબર ચોરી કરેલી ગાડીઓ પર ચડાવતા હતા. આ ઘટસ્પોટમાં પોલીસને મોટી કામિયાબી મળી છે. જેમાં પોલીસે બે ઠગની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીમાં અંકુર સંચાણીયા અને શાહબાજ જોબણ નામના શખ્સો છે.

તમને જણાવી દઈએ કે માહિતી અનુસાર આ શક્સો દિહીથી જે ઇસમ પાસેથી ગાડીઓ લાવતા હતા તેમની શોધખોળ ચાલુ છે. દિલ્હીમાં કાર ચોરી કરનાર વ્યક્તિઓમાં સમસાદ અને મોહસીનનું નામ શામેલ છે.

 

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાની સુરત મુલાકાત, એરપોર્ટ પર આ નેતાઓએ કર્યું સ્વાગત

આ પણ વાંચો: Banaskantha : અંબાજીમાં પ્રસાદના નામે ચાલતી લૂંટ બંધ થશે, દરેક વેપારીઓએ ભાવપત્રક લગાવવું ફરજિયાત

Published on: Jun 27, 2021 09:15 AM
g clip-path="url(#clip0_868_265)">