પ્રેમીયુગલો પર હુમલો કરતા સાઇકોકિલરની ધરપકડ, વાંચો સાઇકોકિલરની કહાની

|

Oct 21, 2021 | 6:42 PM

ગાંધીનગર પોલીસના સંકજામાં ઝડપાયેલ આરોપી વિપુલ ઉર્ફે નિલ પરમારના કાળાકામ એટલા જ ખતરનાક છે. આરોપી વિપુલ સાઇકો કિલર છે. જેની મોડ્સઓપરેન્ડી પોલીસ જોઈને ચોંકી ગઈ.

પ્રેમીયુગલો પર હુમલો કરતા સાઇકોકિલરની ધરપકડ, વાંચો સાઇકોકિલરની કહાની
Psychokiller arrested for attacking lovers, read Psychokiller's story

Follow us on

એકલતામાં બેઠેલા યુગલોને છરી વડે હુમલો કરનાર સાઇકોકિલરની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. જેમા લુંટ, ઘરફોડ ચોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતા સાઇકો કિલર અને તેના સાગરીતોને ગાંધીનગર પોલિસે ઝડપી લીધો છે. પોલીસની પુછપરછમાં ચોંકાવનારા અપરાધોનો ઘટસ્ફોટ થયો છે. શુ છે સાયકોકિલરની કહાની વાંચો આ અહેવાલમાં.

ગાંધીનગર પોલીસના સંકજામાં ઝડપાયેલ આરોપી વિપુલ ઉર્ફે નિલ પરમારના કાળાકામ એટલા જ ખતરનાક છે. આરોપી વિપુલ સાઇકો કિલર છે. જેની મોડ્સઓપરેન્ડી પોલીસ જોઈને ચોંકી ગઈ. કારણકે હત્યાના અપરાધને એકલા હાથેજ અંજામ આપતો હતો. અંધારામાં કે અવવારૂ જગ્યા કે પછી જાડીઓમાં એકલતામાં બેઠેલા યુગલો ટાર્ગેટ કરી કોઈ કારણ વગર જ યુગલો પર છરી વડે હુમલો કરી દેતો હતો.

આવો જ એક બનાવ ઝુંડાલ સર્કલ પાસે આલેલી કેનાલ પર બન્યો હતો. જ્યાં એક યુગલ કેનાલની થોડી અંદર પોતાનો અંગત સમય ગાળતા હતા. તે જ દરમિયાન આ આરોપી વિપુલ ત્યાં પહોંચી અને છરીના ઘા ઝીકી દિધા. જેમાં યુવકને પેટના ભાગમા છરી વાગતા તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. તો થોડા દિવસો પછી આવી જ ઘટના અમદાવાદના નિકોલમાં બની ત્યાં પણ એક પ્રેમી યુગલ પર આજ રીતે આરોપી વિપુલે છરીઓ ચલાવી હતી . ત્યારે એક સમાન બે ઘટના સરખી સામે આવતા પોલીસએ અનેક સીસીટીવી અને અનેક લોકોની પુછપરછથી આ સાઇકોકિલર વિપુલને દબોચી લીધો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાઇકો કિલર પોલીસ પકડમાં આવી જતા તેની પૂછપરછમાં તેના બે સાગરીતો પકડાયા. જેમા કિરણ ઉર્ફે ગેડો ઠાકોર અને દિપક ઠાકોર આ બંને મળી વિપુલ સાથે મોબાઈલની લુંટ ,ઘરફોડ ચોરી અને લેપટોપની લુંટ ચલાવતા હતા. જોકે,આરોપી વિપુલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેની માતાનું નિધન થઈ જતા તે સાવકી માતા સાથે રહેતો હતો. જે બાદ સાવકી માતા બરાબર રાખતી ન હોવાથી તે ઘરેથી નીકળી ગયો હતો. અને તે એક સાથીદારની શોધમાં હતો. જેથી સાદી ડોટકોમ પર મહિલા સાથીદાર મેળવા પ્રયાસ કરી રહ્યો હતો. જોકે કોઈ સાથીદાર ન મળતા પોતે સાઇકો કિલર બની ગયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે યુગલોને જોઈ જતા આરોપી વિપુલ છરી વડે હુમલો કરતો હતો. આ ગુનો આચરવા એકલો જ રહેતો હતો. પોતાના સાગરીતો લઈ ન જતો હતો.

ગાંધીનગર પોલીસે સાઇકો કિલર સહિત 3 લોકોની ધરપકડ કરી હત્યા,લૂંટ અને ચોરીના અનેક ગુનાઓ ભેદ ઉકેલી દીધો છે પરતું પોલીસને આશકા છે કે આરોપી વિપુલે અન્ય યુગલો પર જીવલેણ હુમલો કર્યો હોઇ શકે છે જેથી પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 6:41 pm, Thu, 21 October 21

Next Article