Surat: પારસી પંચાયતને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં Viral કરેલી પોસ્ટ યુવકને પડી ભારે

|

May 03, 2021 | 7:53 AM

પારસી પંચાયતને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં Viral કરેલી પોસ્ટ યુવકને ભારે પડી ગઈ છે, યુવકે હાઇકોર્ટના ન્યાયધીશનો ખોટો લેટર બનાવ્યો અને પછી એવું કામ કર્યુ કે પહોંચી ગયો હવાલાતમાં આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો...

Surat: પારસી પંચાયતને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયામાં Viral કરેલી પોસ્ટ યુવકને પડી ભારે
Police Caught

Follow us on

Suratમાં પારસીઓએ સદીઓથી આવતી અંતિમ સંસ્કારની વિધિમાં ફેરફાર કરવો પડ્યો છે. કોરોના વાયરસની મહામારીના કારણે કોરોના સંક્રમિત વ્યક્તિના મૃતદેહને પારસી વિધિ મુજબ હવે અંતિમ સંસ્કાર કરી શકાતા નથી.

પારસી પંચાયતની જગ્યામાં પરંપરા મુજબ મૃતકના અંતિમ દેહને મૂકવામાં આવે છે જ્યાં તેનો દેહ વિલય થતો જાય છે. જોકે, હવે કોરોના સંક્રમણના કારણે પારસીઓ જે સંક્રમણને કારણે મૃત્યુ પામે છે તેનો અન્ય રીતે અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. જોકે, આ સ્થિતિમાં પારસી પંચાયતને બદનામ કરવી એક પારસી યુવકને જ ભારે પડી ગઈ છે.

પારસી કોમને બદનામ કરવા માટે કરાયેલ પોસ્ટ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. જેથી પોલીસે સમગ્ર મામલે જાણ મેળવી અને પોસ્ટ વાયરલ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ આરોપી યુવાને ગુજરાત હાઇકોર્ટના નામનો બોગસ લેટર બનાવી તેમાં જસ્ટીસ.જે.દેસાઇ ની બનાવટી સહી કરી બનાવટી રાઉન્ડ સીલ મારી સુરત પારસી પંચાયત ઓફીસમાં ટપાલ મોકલી હતી અને વોટ્સએપમાં વાયરલ કરી હતી.

સાયબર ક્રાઇમમાં ફીરીયાદી રોહિન્ટન બેનમજી મહેતાએ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમની પારસી પંચાતયત કોમને બદનામ કરવા માટે કારસ્તાન કરવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા ઉપર કારસ્તાની વ્યક્તિએ એક પોસ્ટ કરી હતી અને પારસી પંચાયત કોમના જાલી લેટર પેડનો પણ ઉપાયોગ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો :- West Bengal Election Result 2021: સુવેન્દુ અધિકારી માટે નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને હરાવવી કેમ મહત્વનું છે? જાણો રાજકારણની રમત

આ પણ વાંચો :- 5 State Assembly Election Results 2021: મોદી-શાહની જોડીને મમતાના જયશ્રી રામ, વિપક્ષના મોટા ચહેરો તરીકે ઉભર્યા દીદી, રાહુલ-સોનિયાની વધશે ચિંતા

 

Next Article