જૂનાગઢમાં Post Agent પિતા-પુત્ર લાખોનું ફુલેકું ફેરવી ફરાર, ખાતાધારકોના રૂપિયા બારોબાર કર્યા ચાઉં

|

Jan 01, 2021 | 1:20 PM

કોઈના પર આંધળો વિશ્વાસ કરીને આર્થિક વ્યવહાર કરતા પહેલા ચેતી જજો. કારણ કે તમારી પરસેવાની કમાણી લૂંટી લેવામાં પણ કેટલાક ઠગબાજો વિચાર નથી કરતા. જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પોસ્ટ એજન્ટ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા છે. જેના કારણે ખાતાધારકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.   […]

જૂનાગઢમાં Post Agent પિતા-પુત્ર લાખોનું ફુલેકું ફેરવી ફરાર, ખાતાધારકોના રૂપિયા બારોબાર કર્યા ચાઉં

Follow us on

કોઈના પર આંધળો વિશ્વાસ કરીને આર્થિક વ્યવહાર કરતા પહેલા ચેતી જજો. કારણ કે તમારી પરસેવાની કમાણી લૂંટી લેવામાં પણ કેટલાક ઠગબાજો વિચાર નથી કરતા. જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પોસ્ટ એજન્ટ પિતા-પુત્ર લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા છે. જેના કારણે ખાતાધારકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

 

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

એક ખાતાધારકે રૂપિયા 35.89 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોસ્ટ ઓફિસના એજન્ટ પિતા-પુત્ર લોકો પાસેથી બચતના નામે રૂપિયા ઉઘરાવતા હતા. લોકોને હતું કે પિતા-પુત્ર તેમના રૂપિયા ખાતામાં જમા કરાવતા હશે. પરંતુ જે પિતા-પુત્ર પર લોકોએ આંધળો વિશ્વાસ કરીને રૂપિયા આપ્યા હતા તેમણે ખાતાધારકોના ખાતામાં રૂપિયા જમા ન કરાવીને પોતાની પાસે જ રાખ્યા. લોકોને વિશ્વાસ બેસે એટલા માટે આ શખ્સોએ નકલી પાસબૂક પધરાવી દીધી હતી. જેથી ખાતાધારકોને બચત કર્યાનો સંતોષ થતો હતો. જોકે કેટલાક દિવસથી ભરત પરમાર નામના એજન્ટનો ફોન બંધ આવતા નાગરિકોને ઠગાઇની ગંધ આવી હતી. જેથી તેઓ રૂપિયા ઉપાડવા ગયા પણ તેમના ખાતામાં રૂપિયા જ નહોતા.

Next Article