સુરતમાં ચરસ વેચતી મહિલાને પોલીસે ઝડપી, મહિલાના પતિને વોન્ટેડ જાહેર કર્યો

|

Aug 27, 2020 | 10:26 AM

સુરતમાં ઘણા સમયથી નશીલા પદાર્થનુ વેચાણ ખુબ થઈ રહ્યું છે. આવા સમયે જ સુરત SOG પોલીસે, લાલગેટ વિસ્તારમાં દરોડા પાડી, ચરસનું વેચાણ કરતી એક મહિલાને પકડી પાડી છે. પોલીસના હાથે ઝડપાયેલી મહિલા પાસેથી પોલીસે 502 ગ્રામ ચરસ ઝડપ્યુ છે. મહિલાના પતિ પણ આ વેચાણમાં સંડોવાયેલ હોવાને લઈને, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી મહિલા ચરસ ક્યાંથી […]

સુરતમાં ચરસ વેચતી મહિલાને પોલીસે ઝડપી, મહિલાના પતિને વોન્ટેડ જાહેર કર્યો

Follow us on

સુરતમાં ઘણા સમયથી નશીલા પદાર્થનુ વેચાણ ખુબ થઈ રહ્યું છે. આવા સમયે જ સુરત SOG પોલીસે, લાલગેટ વિસ્તારમાં દરોડા પાડી, ચરસનું વેચાણ કરતી એક મહિલાને પકડી પાડી છે. પોલીસના હાથે ઝડપાયેલી મહિલા પાસેથી પોલીસે 502 ગ્રામ ચરસ ઝડપ્યુ છે. મહિલાના પતિ પણ આ વેચાણમાં સંડોવાયેલ હોવાને લઈને, પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી મહિલા ચરસ ક્યાંથી લાવતી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે, લાલગેટ વિસ્તારમાં આવેલ સૈયદપુરા અદરૂસા દરગાહની સામે, સાદત એપાર્ટમેન્ટમાં રહેતી ફરજાનાબેન નીયાઝઅલી ઉર્ફે નગ્ન લુકમાન સૈયદ, તેના પતિ સાથે ચરસનો ધંધો કરે છે, આ બાતમીના આધારે પોલીસે મહિલાના ઘરે દરોડા પાડી મહિલા બેડરૂમના ટેબલના ખાનામાં સંતાડેલ નશાકારક પદાર્થ ચરસનો 502 ગ્રામનો જથ્થો, જેની કિંમત .50, 200  તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂ . 55,200 સાથે ઝડપી પાડી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 ચરસનો જથ્થા મામલે મહિલાની પૂછપરછ કરતા, તેનો પતિ ચરસનુ વેચાણ કરવા માટે લાવતો હોવાનું જણાવ્યુ હતું, જેને પગલે પકડાયેલી મહિલાના પતિ નીયાઝઅલી ઉર્ફે નગ્ન લુકમાન સૈયદને, પોલીસે વોન્ટેડ જાહેર કરી, બન્ને વિરૂધ્ધ ધ NDPS એકટ ૧૯૮૫ ની કલમ ૪ ( સી ), ૨૦ ( બી ) in ( બી ), ૨૯ મુજબ લાલગેટ પો.સ્ટે.માં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

Next Article