પરમબીર સિંહ સસ્પેન્ડ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરને ઝટકો, મહારાષ્ટ્ર સરકારે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી

|

Dec 03, 2021 | 8:21 AM

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે અનિયમિતતા અને ફરજો ન નિભાવવા બદલ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હાલ પરમબીર સિંહની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

પરમબીર સિંહ સસ્પેન્ડ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનરને ઝટકો, મહારાષ્ટ્ર સરકારે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી
Parambir Singh (File Photo)

Follow us on

Maharashtra : મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને (Parambir Singh) ફરજમાં કથિત બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે ખંડણી અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. DCP રેન્કના પોલીસ અધિકારી (Police Officer) સામે છેડતીના આરોપમાં હાલ FIR નોંધવામાં આવી છે.

શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 12 નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા મળતાની સાથે જ પરમબીરને સસ્પેન્શન ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે તે સમય દરમિયાન થાણે શહેરના ડીસીપી રહી ચૂકેલા પરાગ મનારેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, 1988-બેચના ભારતીય પોલીસ સેવા (Iindian Police Service ) અધિકારીને અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969ની કલમ 3 અને 4 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત પરમબીર સામે અનિયમિતતા અને ફરજો ન બજાવવા બદલ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

CM ઠાકરેએ પરમબીરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો

ઉલ્લેખનીય છે કે, 12 નવેમ્બરે સર્જરી બાદ હોસ્પિટલમાં દાખલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને(CM Uddhav Thackeray)  ગુરુવારે રજા આપવામાં આવી હતી. તેમણે બુધવારે સસ્પેન્શન પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેમાં IPCની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ફોજદારી કેસો ઉપરાંત, પરમબીર સિંહને એન્ટિલિયા વિસ્ફોટક ડરના કેસમાં ફરજમાં બેદરકારીનો પણ દોષી ઠેરવવામાં આવ્યો છે. તેમજ તેઓ રાજ્ય સરકારને મેડિકલ અને માહિતી આપ્યા વિના રજા પર જતા રહ્યા હતા.

બરતરફીની ભલામણ કરવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે- ગૃહ વિભાગ

આ દરમિયાન ગૃહ વિભાગના (Home Ministry) અધિકારીના જણાવ્યા મુજબ, રાજ્ય પાસે કોઈપણ IPS અધિકારીને નોકરીમાંથી બરખાસ્ત કરવાની સત્તા નથી, તેથી તે આગળની કાર્યવાહી માટે તપાસ અહેવાલ સાથે વિગતવાર અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરશે. તેમણે કહ્યું, “અમે તેમની સામેના આરોપો અને તપાસના પરિણામ અંગે વિગતવાર અહેવાલ મોકલીશું.” તેમની બરતરફીની ભલામણ કરવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. આ સાથે, આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન, સિંહ રાજ્યના પોલીસ મહાનિર્દેશકની પરવાનગી વિના તેમનું મુખ્યાલય, DG હોમગાર્ડની ઓફિસ છોડશે નહીં.

 

આ પણ વાંચો : Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન

આ પણ વાંચો : CM મમતા બેનર્જી સાથે બિઝનેસમેન ગૌતમ અદાણીએ કરી મુલાકાત, તાજપુર પોર્ટમાં રોકાણ કરવાનો પ્રસ્તાવ

Next Article