PANCHMAHAL : શહેરાના સંભાલી ગામમાં ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું

|

Apr 04, 2021 | 4:06 PM

PANCHMAHAL : હવે તો નાનીઅમથી વાતમાં હત્યા થવી નવી વાત રહી નથી. આવું જ કંઇક બન્યું છે પંચમહાલ જિલ્લામાં. અહીં, બન્યો છે ડબલ મર્ડરનો કેસ.

PANCHMAHAL : શહેરાના સંભાલી ગામમાં ભત્રીજાએ કાકા-કાકીનું ઢીમ ઢાળી દીધું
ભત્રીજાએ કર્યું કાકા-કાકીનું મર્ડર

Follow us on

PANCHMAHAL : હવે તો નાનીઅમથી વાતમાં હત્યા થવી નવી વાત રહી નથી. આવું જ કંઇક બન્યું છે પંચમહાલ જિલ્લામાં. અહીં, બન્યો છે ડબલ મર્ડરનો કેસ. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામમાં ભત્રીજાએ નિદ્રાધીન કાકા અને કાકીની હત્યા કરી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. ખાવાનું બનાવવા માટે લાકડા ન કાપતો હોવાથી લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા ભત્રીજાને મનમાં લાગી આવ્યું હતુ. બસ ગુસ્સામાં આગબબુલા થયેલા ભત્રીજાએ કાકા અને કાકીનું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ શહેરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને, આ હત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કાકાને ભત્રીજાને ઠપકો આપવો ભારે પડયો, કેવી રીતે બન્યો બનાવ ?

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામના નાયક ફળિયામાં મૃતક દંપતિ રહે છે. જેમાં પતિ નાયક અર્જુનભાઇ સોમાભાઈ(ઉ.42 ) નાયક અને પત્ની રાધાબેન અર્જુનભાઇ (ઉ.38) હાલ આ દુનિયામાં હયાત નથી. કારણ કે તેમના ભત્રીજાએ શનિવારે રાત્રીના સમયે કૂહાડીના ઘા મારી નિદ્રાધીન ચીર નિદ્રામાં હત્યા કરી હતી. રાત્રિના અરસામા સુઇ રહેલા કાકા અને કાકીની ભત્રીજા નાયક જયંતીભાઈ પ્રતાપભાઈએ નિર્મમ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. માત્ર નજીવા ઠપકામાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. લાકડા કાપવા નથી અને ખાવું છે, તેવો કાકાએ ઠપકો આપતા મનમાં લાગી આવતા કાકા અને કાકીની હત્યા કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
ઘટનાની જાણ થતાં જ શહેરા પોલીસ સ્થળ પર દોડી ગઇ છે અને પતિ-પત્નીના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા છે અને હત્યા પાછળનું કારણ જાણવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો
આરોપી યુવકને સ્થાનિક લોકોએ પકડી લીધો છે અને પોલીસને સોંપ્યો હતો. જોકે યુવક બેભાન અવસ્થામાં હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે.

Next Article