Nawab Malik : ક્રૂઝ રેવ પાર્ટીમાં એક રેસ્ટોરન્ટથી આવ્યું હતું જમવાનું, તેની સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવ્યું: નવાબ મલિકનો નવો દાવો
નવાબ મલિકે ફરીથી નવો દાવો કર્યો કે કેવી રીતે સમીર વાનખેડેએ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને ટીમમાં સામેલ કર્યા વિના ખાનગી સેના તૈયાર કરી હતી
Nawab Malik: ફરી એકવાર NCP નેતા નવાબ મલિકે શનિવારે મીડિયા સાથે વાત કરતા મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના તપાસ અધિકારી NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે(Sameer Wankhede) પર હુમલો કર્યો. નવાબ મલિકે ફરીથી નવો દાવો કર્યો કે કેવી રીતે સમીર વાનખેડેએ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને ટીમમાં સામેલ કર્યા વિના ખાનગી સેના તૈયાર કરી હતી અને ગભરાટ પેદા કરીને તે વસૂલાતના કામમાં વ્યસ્ત હતો. નવાબ મલિકે દાવો કર્યો કે તે ભવિષ્યમાં આ વાત સાબિત કરશે.
નવાબ મલિકે કહ્યું, ‘2 ઓક્ટોબરે ક્રૂઝ પર ડ્રગ્સની રેવ પાર્ટી હતી. તે પાર્ટીમાં રેસ્ટોરન્ટમાંથી જે ફૂડ મોકલવામાં આવતું હતું, તે ફૂડ સાથે ડ્રગ્સ પણ મોકલવામાં આવતું હતું. હું આનો પુરાવો લાવીશ. મારી પાસે જે પણ પુરાવા હશે તે હું NCBના DGને મોકલીશ. ઈલેક્ટ્રોનિક પુરાવા તેમની ઓફિસ સાથે જ સંબંધિત છે.
ઘટનાસ્થળે જઈને ક્યારેય સામાન જપ્ત થતો નથી. તેમને ઓફિસમાં લાવીને તમામ કાર્યવાહી કરવામાં આવે છે. કોરા કાગળ પર ચિહ્નો લેવામાં આવે છે. સમીર વાનખેડેના આ કામમાં તેની ખાનગી સેના તેને સાથ આપે છે. આ ખાનગી સેનામાં પ્લેચર પટેલ, આદિલ ઉસ્માની, કેપી ગોસાવી, મનીષ ભાનુશાલી જેવા ઘણા લોકો છે. આ તમામ લોકો ઘરમાં ઘુસીને ડ્રગ્સ રાખે છે અને લોકોને ડ્રગ્સના કેસમાં ફસાવે છે. આ રીતે આ બધી છેતરપિંડી ચાલે છે.
‘લાલ કપડાથી ડરનારાઓ જાણી લે કે, નવાબ મલિક કોઈના બાપથી ડરતો નથી’ ‘સોશિયલ મીડિયા પર લાલ કપડાં નાંખવાથી નવાબ માલિક ડરી જશે જો એવું કોઈને લાગતું હોય તો હું કોઈના બાપથી ડરતો નથી અને ચોરોથી તો બિલકુલ ડરતો નથી’ આવા આકરા શબ્દોમાં BJP નેતાઓ પર તેને ટિપ્પણી કરી હતી.
‘ગઈકાલે જ ફર્નીચરવાલા નામની છોકરીએ કહ્યું કે કેવી રીતે તેની બહેનને ડ્રગના કેસમાં ફસાવવામાં આવી. તે સમયે પ્લેયર પટેલ હાજર હતા. તો આ મામલે વધુ અનેક ખુલાસા બહાર આવવાના છે.
આ સિવાય નવાબ મલિકે કહ્યું, ‘આ દેશના કાયદાએ મારા પરિવારને આઝાદી આપી છે કે હું ઈચ્છું તે કોઈપણ વ્યવસાય કરી શકું. મારી પાસે જે કંઈ છે, તે બધા કાગળો છે. જેમની પાસે બેનામી સંપત્તિ છે, આવા ચાર લોકો મારી તરફ લાલ બંડલ બતાવી રહ્યા છે.”
આ સાથે નવાબ મલિકે સંકેત આપ્યો કે તેઓ ભાજપના એક નેતા વિશે મોટો ખુલાસો કરવાના છે. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે નવાબ મલિક પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘હું નવાબ મલિક જેવા નેતાને મારા ખિસ્સામાં રાખું છું.’
આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓ આનંદો, આ એક નિર્ણયથી સુધારી ગઈ દિવાળી
આ પણ વાંચો: ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા માટે ભારત સજ્જ, ચીનની સરહદ પર અમેરિકન હથિયારો તૈનાત