Mumbai Police: મુંબઈ પોલીસનો સુપરકોપ સચિન વઝે નોકરીમાંથી કરાયો dismiss

|

May 11, 2021 | 9:20 PM

Mumbai Police: મુંબઈ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી હતી કે સચિન વઝેને પોલીસ દળમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Mumbai Police: મુંબઈ પોલીસનો સુપરકોપ સચિન વઝે નોકરીમાંથી કરાયો dismiss
Mumbai Police: મુંબઈ પોલીસનો સુપરકોપ સચિન વઝે નોકરીમાંથી કરાયો dismiss

Follow us on

Mumbai Police: મુંબઈ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી હતી કે સચિન વઝેને પોલીસ દળમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં સંડોવણી અને હિરેન મનસુખ હત્યા મામલે હાલ સચિન વઝે એનઆઈએ કસ્ટડીમાં છે.

મુંબઈમાં એન્ટિલિયા બોમ્બ કેસ અને મનસુખ હિરેન મૃત્યુ મામલાના મુખ્ય આરોપી સચિન વઝેને મુંબઇ પોલીસમાંથી બરતરફ (dismiss) કરવામાં આવ્યો છે. એનઆઈએએ બંને કેસોના સંદર્ભમાં વઝેની ધરપકડ કરી હતી. સહાયક પોલીસ નિરીક્ષક (એપીઆઈ) વઝે, એન્ટિલિયા બોમ્બ કેસ અને મનસુખ હિરેન મૃત્યુ મામલે હાલ એનઆઈએ કસ્ટડીમાં છે.

મંગળવારે એક નિવેદનમાં, મુંબઈ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી હતી કે સચિન વઝેને પોલીસ દળમાંથી બરતરફ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એન્ટિલિયા બોમ્બ કેસમાં સંડોવણી હોવાના મામલે સચિન વાઝની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિસ્ફોટકોથી ભરેલી એક એસયુવી 25 ફેબ્રુઆરીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના મુંબઇ નિવાસસ્થાનની એન્ટિલિયા બહાર પાર્ક કરવામાં આવી હતી.

એન્ટિલિયાની બહારથી ઝડપાયેલા વાહનને થાણે સ્થિત કાર વેપારી મનસુખ હિરેનનો કબજો મળી આવ્યો હતો. એન્ટિલિયાની બહારના બનાવના એક અઠવાડિયા કરતા પણ ઓછા સમયમાં હિરેનનો મૃતદેહ થાણેની એક ખાડીમાં મળી આવ્યો હતો.

મનસુખ હિરેનની મૃત્યુમાં સચિન વઝેની ભૂમિકા હોવાનો પણ ખુલાસો થયો છે. એક પછી એક ખુલાસા બાદ આ બન્ને કેસનું કનેક્શન પણ બહાર આવ્યું. વઝેની સાથે, એનઆઈએ પાસે આ મામલે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે, ક્રિકેટ બુકી નરેશ ગૌર અને વઝેના સાથી રિયાઝ કાઝીની પણ કસ્ટડી છે

 

 

Next Article