Mumbai: એન્ટી નાર્કોટિક્સ સેલે નાઈજીરિયન ડ્રગ પેડલરની કરી ધરપકડ, એક કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત

|

Feb 12, 2022 | 2:07 PM

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અંધેરી વિસ્તારમાંથી 1 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે. તેમજ આ કેસમાં એક નાઈજીરિયન ડ્રગ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે.

Mumbai: એન્ટી નાર્કોટિક્સ સેલે નાઈજીરિયન ડ્રગ પેડલરની કરી ધરપકડ, એક કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત
Nigerian drug peddler arrested (File Photo)

Follow us on

Mumbai: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલના (Anti Narcotics Cell) અધિકારીઓએ ગુરુવારે મુંબઈના અંધેરી વિસ્તારમાંથી 407 ગ્રામ કોકેઈન સાથે નાઈજિરિયન ડ્રગ પેડલરની (Nigerian Drugs Peddler) ધરપકડ કરી હતી. ઝડપાયેલા કોકેઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રુપિયા છે. નાર્કોટિક્સ સેલના અધિકારીને બાતમી મળી હતી કે નાઈજીરિયનોનું એક જૂથ ડ્રગ્સ વેચવા મુંબઈ આવી રહ્યુ છે.

ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા જાન્યુઆરીમાં પણ મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેની પાસેથી 16.100 કિલો મેથાક્વોલોન મળી આવ્યુ હતું

16.10 કરોડનું મેથાક્વોલોન મળી આવતા ખળભળાટ

એક પોલીસ અધિકારીએ (Mumbai Police Officer) જણાવ્યુ હતુ કે બાતમીના આધારે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ-1 એ ત્રણ આરોપીઓને એન્ટોપ હિલના SMD રોડ પર અટકાવ્યા હતા. તેણે જણાવ્યુ કે તેની બેગની તલાશી લેતા તેની પાસેથી 16.100 કિલો મેથાક્વોલોન મળી આવ્યુ હતું. તેની કિંમત લગભગ 16.10 કરોડ રૂપિયા હતી. NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ત્રણેય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, અધિકારીના જણાવ્યા અનુસાર હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મંત્રી બચ્ચુ કડુને કોર્ટે બે મહિનાની સજા ફટકારી હતી

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની અમરાવતી કોર્ટે રાજ્યના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે 2014ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી પત્રોમાં સંપત્તિની વિગતો છુપાવવા બદલ 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસમાં બચ્ચુ કડુએ જામીન અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારી છે. તેમજ અપીલ માટે તેને 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

2017માં ફરિયાદ નોંધાઈ હતી

માહિતી અનુસાર, બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રી ઓમપ્રકાશ બાબુરાવ કડુ ઉર્ફે બચ્ચુ કડુએ 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં મુંબઈમાં પોતાના એક પણ ફ્લેટની માહિતી આપી ન હતી. આ અંગે ભાજપના કાઉન્સિલર ગોપાલ તિરામરેએ 2017માં બચ્ચુ કડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

આ પણ વાંચો : Maharashtra: કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો

Next Article