Mumbai 26/11: પરમબીર સિંહે આતંકવાદી કસાબનો ફોન છુપાવ્યો હતો ! નિવૃત્ત ACPનો મોટો ખુલાસો

|

Nov 25, 2021 | 6:52 PM

નિવૃત્ત ACP પઠાણના દાવા મુજબ આ કેસમાં મોબાઈલ ફોન સૌથી મહત્વનો પુરાવો હતો, કારણ કે આ ફોનથી કસાબને પાકિસ્તાન તરફથી સૂચનાઓ મળતી હતી.

Mumbai 26/11: પરમબીર સિંહે આતંકવાદી કસાબનો ફોન છુપાવ્યો હતો ! નિવૃત્ત ACPનો મોટો ખુલાસો
Parambir Singh

Follow us on

Mumbai 26/11 : મહારાષ્ટ્ર પોલીસના નિવૃત ACP શમશેર ખાન પઠાણે (ACP Shamsher Khan)મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir Singh) પર ગંભીર આરોપ લગાવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર પઠાણે ખુલાસો કર્યો છે કે, પરમબીરે 2008માં 26/11ના આતંકી હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબને (Terrorist Ajmal Kasab) પણ મદદ કરી હતી.

ઉપરાંત તેણે આરોપ લગાવ્યો છે કે પરમબીરે આંતકી કસાબ પાસેથી મળેલો ફોન પોતાની પાસે રાખ્યો હતો અને તેને તપાસ અધિકારીઓને સોંપ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, આ ફોન દ્વારા કસાબ પાકિસ્તાનમાં(Pakistan)  બેઠેલા તેના આતંકી આકાઓ પાસેથી સૂચનાઓ લેતો હતો.

નિવૃત્ત ACPએ તપાસની માગ કરી

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માત્ર કસાબ જ નહીં, પરમબીરે કેટલાક અન્ય આતંકીઓ અને તેમના અન્ય સાથીઓને પણ મદદ કરી હતી. પરમબીરે ઘણા કેસમાં તેની સામેના પુરાવાનો  નાશ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, પઠાણે મુંબઈના વર્તમાન પોલીસ કમિશનરને ચાર પાનાની ફરિયાદ મોકલીને આ અંગે તપાસની માગ કરી છે.

પોલીસ કમિશનરને પત્ર લખ્યો

નિવૃત ACP શમશેર ખાને મુંબઈ પોલીસ કમિશનરને(Mumbai Police Commissioner)  લખેલા ફરિયાદ પત્રમાં જણાવ્યું છે કે 2007 અને 2011 વચ્ચે તેઓ પાઈધુની પોલીસ સ્ટેશનમાં વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે કાર્યરત હતા અને બંનેનું કાર્યક્ષેત્ર મુંબઈ ઝોન-2 હેઠળ આવે છે.

વધુમાં પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 26/11ના દિવસે અજમલ અમીર કસાબને ગિરગામ ચોપાટી વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મેં મારા સાથી એનઆર માલીને ફોન કર્યો હતો અને તેણે મને કહ્યું હતું કે અજમલ કસાબ પાસેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. વધુમાં તેણે મને કહ્યું કે તત્કાલીન એટીએસ ચીફ પરમબીર સિંહ સહિત ઘણા મોટા અધિકારીઓ અહીં આવ્યા છે.બાદમાં કસાબનો ફોન પરમબીર સિંહે પોતાની પાસે રાખ્યો હતો.

આ ફોન ફરી ક્યારેય મળ્યો નથી

પઠાણના દાવા મુજબ આ કેસમાં મોબાઈલ ફોન સૌથી મહત્વનો પુરાવો હતો કારણ કે આ ફોનથી કસાબને પાકિસ્તાન તરફથી સૂચનાઓ મળતી હતી. આ ફોન પાકિસ્તાન અને ભારતમાં તેના સાથીને પકડી શક્યો હોત, પરંતુ પછી મને ખબર પડી કે આ ફોન તપાસમાં સામેલ નથી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર મહાલય આ કેસની તપાસ કરી રહ્યા હતા અને આ મોબાઈલ ફોન પરમબીર સિંહ વતી તેમને આપવામાં આવ્યો ન હતો. કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ ફોન રિકવર થયો નથી.જેનાથી સાબિત થાય છે કે પરમબીર સિંહે પુરાવાનો નાશ કર્યો હતો અને આ સમગ્ર ગુનાહિત કાવતરામાં તેઓ દેશના દુશ્મનો સાથે સામેલ હતા.

 

આ પણ વાંચો: Maharashtra : “જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત”, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર

આ પણ વાંચો: પરમબીરસિંહની વાપસી : મુંબઈના ફરાર ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પહોંચ્યા મુંબઈ,ખંડણી કેસના છે મુખ્ય આરોપી

Published On - 3:42 pm, Thu, 25 November 21

Next Article