AHMEDABAD : KYC અને અન્ય બહાને એક જ દિવસમાં ઓનલાઈન છેતરપિંડીની 10થી વધુ ઘટનાઓ, જાણો કેવી રીતે છેતરાયા લોકો

|

Dec 29, 2021 | 9:36 PM

Online fraud : KYC અપડેટ, ક્રેડીટકાર્ડ અપડેટ, લોન અને જોબ આપવાના બહાને ઓનલાઈન છેતરપિંડીની 10થી વધુ ઘટનાઓ બની છે.

AHMEDABAD : KYC અને અન્ય બહાને એક જ દિવસમાં ઓનલાઈન છેતરપિંડીની 10થી વધુ ઘટનાઓ, જાણો કેવી રીતે છેતરાયા લોકો
Online fraud in Ahmedabad

Follow us on

બેન્ક અને RBI દ્વારા અવારનવાર જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ અજાણી વ્યક્તિને તમારી અંગત માહિતી ન આપો.

AHMEDABAD : અજાણ્યા શખ્સો કે જે કોલ કરી બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપીને “તમારું KYC પૂરું થઇ ગયું છે, ફોન પર જ રીન્યુ કરી લો” એવું કહે તો ચેતી જજો.ક્યાંક તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી ન થાય એન્યુ ધ્યાન રાખજો. કેમ કે એક જ દિવસમાં આવી અનેક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં લોકો ફોન પર KYC રીન્યુ કરવાના બહાને છેતરપિંડીનો ભોગ બન્યા છે.

આપણે છેલ્લા ઘણા સમયથી લોકો ડિજિટેલાઇઝેશન તરફ વળ્યા જેનાથી રોકડ નાણાંના વ્યવહાર તો ઓછા થયા, પણ તેની સામે રાજ્ય અને દેશમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ વધી છે. કેમ કે કહેવાય છે ને કે સમય સાથે ચોર પણ હાઈટેક બની રહ્યો છે. માટે હવે દરેક નાગરિકે અજાણ્યા શખ્સો કે પછી બેન્કમાંથી બોલે છે તેવો કોલ કરીને માહિતી માંગે તો હવે ચેતવાનો અને સતર્ક રહેવાનો સમય આવી ગયો છે. કેમ કે આવી જ રીતે શહેરમાં ઘણા લોકો સાથે છેતરપિંડી થયાની એક દિવસમાં વિવિધ ઘટના સામે આવી છે.

અમદાવાદમાં આજે એક જ દિવસમાં નીચે મૂજબની આવી ઘટનાઓ ઘટી છે અને પોલીસ ફરિયાદો થઇ છે. ગોપનીયતાનું ધ્યાન રાખતા ભોગ બનનારના નામ જાહેર કર્યા નથી.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

1) નરોડાના એક પુરુષને અજાણ્યા શખ્સે કોલ કરી PayTM માંથી બોલે છે અને KYC કરવાનું કહી તેમનાં મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પ્રોસેસ કરી 1 લાખ ઉપરની રકમ ઉપાડી લીધાની છેતરપિંડીની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

2)જશોદાનગરના એક પુરુષને અજાણ્યા શખ્સે કોલ કરી દિલ્હીથી કોટક મહિન્દ્રા બેન્ક માંથી બોલે છે અને KYC કરવાનું કહી પોતાનું ખાતું તે બેન્કમાં હોવાથી વિશ્વાસ આવતા જે લિંક મોકલી હતી તેમાં પ્રોસેસ કરાવી ખાતા માંથી 1.26 લાખ ઉપાડી છેતરપિંડી કર્યાની વટવા GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

3) વટવાના એક યુવકને ઘર બેઠા કામ આપવાની લાલચ આપી સ્કીમના નામે 65 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

4) ઘોડાસરના એક યુવકને અજાણ્યા શખ્સે કોલ કરી સિમ કાર્ડ અપડેટ કરવાનું જણાવી બેંકમાં રજીસ્ટર મોબાઇલ નંબર મેળવી પ્રોસેસ કરાવી 9.96 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

5)વટવાની એક મહિલાને અજાણ્યા શખ્સે કોલ કરી SBI બેન્કના ક્રેડિટકાર્ડ વિભાગમાંથી બોલવાનું જણાવી ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાનું કહી પ્રોસેસ કરાવી OTP નંબર મેળવી 1 લાખ ઉપર રકમ ટ્રાન્સફર કરી છેતરપીંડી કર્યાની વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

6)
એલિસબ્રિજમાં રહેતી એક મહિલાને અજાણ્યા શખ્સે કોલ કરો SBI બેન્કમાંથી બોલે છે તેમ કહી KYC કરવાનું જણાવી પ્રોસેસ કરાવી બેંકની વિગત મેળવી લઈ ખાતા માંથી 8.89 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.

7)સેટેલાઇટના એક યુવકને અજાણ્યા શખ્સે કોલ કરી એમેઝોનમાંથી બોલે છે અને લકી ડ્રો લાગેલ છે જે મેળવવા પ્રોસેસિંગ ફી પેટે 99 હજાર ઉપર રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

8)સેટેલાઇટમાં રહેતી એક મહિલાને અજાણ્યા શખ્સે કોલ કરી, તે દીકરીને તેમના ઘરે પીજીમાં રહેવા મોકલવાનું કહી રકમ આપવાનું જણાવી રક્ષાબેનને બારકોડ મોકલતા તે બારકોડ રક્ષાબેને જેવો સ્કેન કર્યો તરત 60 હજાર રૂપિયા ટ્રાન્સફર થઈ જતા છેતરપિંડી થયાની જાણ થતાં મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

9) સાણંદની એક મહિલાને અજાણ્યા શખ્સે કોલ કરી એમેઝોનમાંથી બોલે છે અને પાર્ટ ટાઈમની જોબની જરૂર છે તેમ જણાવી મહિલાને વિશ્વાસમાં લઈ પહેલા દિવસે વિવિધ સ્કીમમાં ટ્રાન્જેક્શન કરાવી બાદમાં બીજા દિવસે વિવિધ ટાસ્ક આપી 67 હજાર ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવી છેતરપિંડી કર્યાની સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

10)સરખેજના એક યુવકને ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવેલ એક વ્યક્તિએ સસ્તા ભાવમાં આઈફોન આપવાની વાત કરી વિશ્વાસમાં લઈ 68 હજાર ટ્રાન્સફર કરાવી મોબાઈલ નહિ આપી છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

11)વાસણામાં રહેતી એક મહિલાને લૉનની જરૂર હોય, બેંકમાં સંપર્ક કર્યા બાદ બેન્કમાંથી જુદા જુદા નામ અને નંબર પરથી મેસેજ મારફતે 5 લાખની લૉન મંજુર થઈ છે જેની પ્રોસેસ કરવા ફી પેટે 1.99 લાખ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આમ શહેરમાં એક જ દિવસમાં 10 ઉપર ઘટના સામે આવી છે. જેની વિવિધ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઇ છે. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. પણ જે પ્રકારે એક જ દિવસમાં આટલી ઘટના સામે આવી છે તેનાથી લોકોઈ ચેતવાની જરૂર લાગી રહી છે.

કેમ કે બેન્ક અને RBI દ્વારા અવારનવાર જણાવવામાં આવે છે કે અજાણ્યા શખ્સો કે બેંકની ઓળખ આપી પ્રોસેસ કરવા જણાવે તેવી વ્યક્તિઓથી સાવધાન રહી પ્રોસેસ કરવાનું ટાળો અને વધુ શંકા જાય તો પોલીસ કે બેન્કનો સંપર્ક કરો.

જોકે તેમ છતાં કેટલાક લોભિયા લોકો તે ભુલી જતા હોય છે અને તેમની ભૂલ તેમને જ ભારે પડતી હોય છે. ત્યારે એ કહેવત પણ સાબિત થાય છે કે લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખ્યા ન મરે. ત્યારે જરૂરી છે કે આવા ઘુતારાઓથી દરેક નાગરિક સાવધાન અને સતર્ક બને જેથી અન્ય કોઈએ એમના નાણાં ગુમાવવાનો વારો ન આવે.

Published On - 9:28 pm, Wed, 29 December 21

Next Article