Kutch: બાઈક ધીમે ચલાવવા બાબતમાં જૂથ અથડામણ, ટોળાએ વાહનો-દુકાનોને ચાંપી આગ

|

Dec 03, 2021 | 12:50 PM

Kutch: કચ્છમાં જૂથ અથડામણનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું છે. બાઈક ધીમે ચલાવવાની નજીવી બાબતમાં ઘટના આગ લગાડવા સુધી પહોંચી ગઈ.

કચ્છના (Kutch) નખત્રાણા પાસેના કોટડા (Kotada) ગામે મોડી રાત્રે એક યુવક પર હુમલા બાદ તંગદીલીનો માહોલ સર્જાયો છે. લઘુમતી કોમના એક શખ્સે યુવક પર હુમલો કરતાં મામલો ગરમાયો હતો. બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણમાં (Group Clash) ઉશ્કેરાયેલા ટોળાએ દુકાનો અને વાહનમાં આગચંપી કરી હતી. ઘટનાને લઈ પોલીસે પણ હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

મળતી માહિતી પ્રમાણે, રાત્રે લગ્ન પ્રસંગમાં બાઇક ધીમી ચલાવવા જેવી નજીવી બાબતે લઘુમતી કોમના શખ્સે યુવક પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેના કારણે ગામમાં ભારે તંગદીલી ભર્યું વાતાવરણ ઉભું થયું હતું.

આ ઘટના બાદ લોકોના ટોળા વચ્ચે ઝપાઝપી થઇ હતી. સ્થળ પર ધસી ગયેલા પોલીસ કાફલાએ ભુજ-લખપત ધોરીમાર્ગને બ્લોક કરી દેતા કોટડા જડોદરથી મથલ સુધીનો હાઇવે ટ્રાફિકથી જામ થઇ ગયો હતો. ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ત્રણ કેબીન, એક ટ્રક અને આરોપીના મકાનના દરવાજાને આગ લગાડી પથ્થરમારો કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા મોડી રાત સુધી મથામણ કરી હતી.

 

આ પણ વાંચો: પુષ્કરના આંતરરાષ્ટ્રીય અશ્વ મેળામાં જામનગરનો કેસરિયો છવાયો, જાણો આ કરોડોના ઘોડા વિશે રસપ્રદ વાતો

આ પણ વાંચો: અમદાવાદનો પોલીસ જવાન અમદાવાદમાં બનાવટી દારુ સપ્લાય કરતો હતો, ઘરમાં જ દારુનો ‘ગૃહ ઉધોગ’ ખોલી શરુ કર્યો નકલી દારુનો ધંધો

Published On - 7:24 am, Fri, 26 November 21

Next Video