ગર્લફ્રેન્ડ પર કમેન્ટનો બદલો લેવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટની ગોળી મારી હત્યા, જાણો સમગ્ર મામલો

|

Oct 09, 2021 | 8:18 PM

ગર્લફ્રેન્ડ્સ પરની કમેન્ટ કરવાને કારણે ખાનગી યુનિવર્સિટી કેમ્પસમાં ધોળા દીવસે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે.

ગર્લફ્રેન્ડ પર કમેન્ટનો બદલો લેવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટની ગોળી મારી હત્યા, જાણો સમગ્ર મામલો
symbolic picture

Follow us on

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના હાઇટેક શહેર ગુરુગ્રામમાં ગર્લફ્રેન્ડ્સ પરની કમેન્ટ કરવાને કારણે ખાનગી યુનિવર્સિટી કેમ્પસમાં ધોળા દીવસે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનીના બોય ફ્રેન્ડે બદલો લેવા માટે કેમ્પસની અંદર યુવાનની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મૃત્યુ પામનાર યુવક મેડિકલના ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો.

યુવતીના બોયફ્રેન્ડે યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો હતો અને આરોપી યુવકના પેટમાં ગોળી મારી દીધી હતી. કેમ્પસમાં ફાયરિંગની ઘટનાને કારણે યુનિવર્સિટીમાં ભાગદોડ મચી ગઈ હતી. તેના સાથી વિદ્યાર્થીઓ ઘાયલો યુવકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અહેવાલ લખાય ત્યાં સુધી હત્યારાની ધરપકડ કરવામાં આવી નથી. તેની શોધમાં દરોડા ચાલુ છે. આ ઘટના કેમ્પસમાં હાજર સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમાંથી મળેલા પુરાવાના આધારે પોલીસે હુમલાખોરની ઓળખ કરી છે. આ કેસમાં હત્યાનો મુખ્ય આરોપી લકી સહિત ચાર સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના શુક્રવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. હત્યારો લકી દિલ્હીના નજફગઢનો રહેવાસી હોવાનું કહેવાય છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પોલીસ તપાસમાં મહત્વની કડીઓ મળી

ગુરુગ્રામના રાજેન્દ્ર પાર્ક પોલીસ સ્ટેશનની પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હત્યા કરાયેલા યુવકનું નામ વિનીત (22) છે. વિનીત ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાનો રહેવાસી હતો. ગોળી વાગવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાર્ડે આ ઘટના અંગે યુનિવર્સિટી સ્ટાફને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળી વાગવાથી મૃત્યુ પામનાર યુવક યુનિવર્સિટીમાં ચોથા વર્ષનો મેડિકલ વિદ્યાર્થી હતો. પોલીસના જણાવ્યા અનુસાર લકીની ગર્લફ્રેન્ડ જેની સાથે છેડતીના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે એમએસસીની વિદ્યાર્થીની છે.

આ પણ વાંચો: Breaking News: મુંબઈના બાંદ્રામાં ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ ખત્રીના ઘરે-ઓફિસ પર NCB ના દરોડા

Next Article