મહેસાણા-ઊંઝા રોડ પરથી રૂ.3.90 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું, બે શખ્સોની ધરપકડ

|

Feb 04, 2021 | 10:56 PM

પાર્ટીમાં નશા માટે વપરાતું લાખો રૂપિયાનું મેફેડ્રોન MD ડ્રગ્સ મહેસાણાથી ઝડપાયું છે. પાલનપુરથી મહેસાણા તરફ આવતા બે શખ્સને ATSએ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે.

પાર્ટીમાં નશા માટે વપરાતું લાખો રૂપિયાનું મેફેડ્રોન MD ડ્રગ્સ મહેસાણાથી ઝડપાયું છે. પાલનપુરથી મહેસાણા તરફ આવતા બે શખ્સને ATSએ MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા છે. હવે ગુજરાતમાં પણ આ પ્રકારે પાર્ટીમાં નશા માટે વપરાતું ડ્રગ્સ ઝડપતા ચકચાર મચી છે અને યુવાધનને બરબાદ કરતી આવી ગેંગ સક્રિય થઈ હોવાના સંકેત મળી રહ્યા છે.અમદાવાદ ATSએ મહેસાણાથી ઝડપેલા મેફેડ્રોન MD ડ્રગ્સથી મહેસાણા પોલીસ પણ ઊંઘતી ઝડપાઈ છે.

 

 

અમદાવાદ ATSને બાતમી મળી હતી કે, પાલનપુરથી મહેસાણા તરફ આવતી કારમાં ડ્રગ્સની હેરાફેરી થવાની છે. જે બાતમીના આધારે ATS એ મહેસાણા – ઊંઝા રોડ પર આવેલ ભાંડુ ગામ નજીક વોચ ગોઠવતા એક નંબર વગરની સ્વીફ્ટ કાર ઝડપાઈ હતી. જેમાં સવાર બે શખ્સની તપાસ અને કારની જડતી લેવાઈ હતી. દરમ્યાન કારની સીટ નીચે સંતાડેલ 0.039 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સુમિત કુમાર પ્રવીણભાઈ ઠક્કર અને રવીકુમાર બાબુલાલ જોશી નામના બે આરોપીઓની ધરપકડ કરી વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. સ્થળ પરથી રૂ.3.90 લાખનું 0.039 ગ્રામ મેફેડ્રોન MD ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોકડ 45,700 રૂપિયા અને રૂપિયા 5 લાખની કાર જપ્ત કરી હતી.

 

આ પણ વાંચો: ભાજપે ટિકિટ વહેંચણીમાં તમામ વર્ગને આવરી લીધા છે: આઈ.કે.જાડેજા

Next Video